Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત આ કેસમાં અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

અમદાવાદ: પીએમ મોદી (PMModi) ડિગ્રી વિવાદ કેસમાં (PMModiDegreeCase) દિલ્હીના મુખ્યમંત્રી (DelhiCM) અરવિંદ કેજરીવાલને (ArvindKejriwal) ગુજરાત હાઈકોર્ટ (GujaratHighCourt) તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના નિર્ણયને પડકારતી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે પોતાનો અગાઉનો આદેશ જાળવી રાખ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે આજે ગુરુવારે તા. 9 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. આથી અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ યથાવત રહેશે. કોર્ટેના ધ્યાને વડાપ્રધાનની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર છે તેમ ધ્યાને મૂકાતા અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો.

હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અગાઉના નિર્ણય ખોટો હતો. કેજરીવાલે રિવ્યુ પિટિશનમાં કહ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના દાવા પ્રમાણે ડિગ્રી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી.

ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કેજરીવાલ અને સંજય સિંહે સંસ્થાની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે. પીએમની ડિગ્રી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે, તેમ છતાં બંને નેતાઓ કહી રહ્યા છે કે યુનિવર્સિટી ડિગ્રી ન બતાવીને સત્ય છુપાવી રહી છે.

ખરેખર થોડા મહિનાઓ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે નેતાનું ‘પાત્ર’ અને તેમના કલ્યાણની ચિંતા શૈક્ષણિક લાયકાત કરતાં વધુ મહત્વની છે. CIC એ આદેશ રદ કર્યો જેમાં ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ) હેઠળ પીએમ મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન પ્રમાણપત્રો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top