National

ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખી પંજાબ સરકારે રમ્યું ટ્રમકાર્ડ

પંજાબ :ગુજરાતની ચૂંટણી (Gujarat Election) ઉપર બાજ નજર રાખનાર પંજાબના (Punjab) મુખ્યમંત્રી (Chief Minister) ભગવંત માંનના (Bhagvant Maan) નૈતૃત્વ વાળી આમ આદમી પાર્ટીની સરકાર શુક્રવારે પંજાબમાં જૂના પેંશન વાળી યોજના લાગુ કરવા જઈ રહ્યા છે. એક રીતે પંજાબ સરકારે ટ્રમ કાર્ડ રમ્યું હોઈ તે સ્પષ્ટ પણે કહી શકાય. આ યોજનાનો સીધે-સીધો લાભ 1.75 લાખથી પણ વધુ સરકારી કર્મચારીઓને મળશે.આ નિર્ણય મુખ્યમંત્રીના નૈતૃત્વમાં મળેલી મંત્રી પદની બેઠકમાં લેવામાં આવ્યો હતો.પંજાબ રાજ્યના સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા.આ માંગ હવે પૂર્ણ થતા સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

ઘણા લાંબા સમયથી કરાઈ રહી હતી માંગ
આ વિશેની માહિતી આપતાં મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીને પૂર્ણ કરતાં સરકારે નવી પેન્શન યોજના (NPS) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેના કર્મચારીઓ માટે OPSને મંજૂરી આપી દીધી છે.આનાથી હાલમાં NPS હેઠળ આવરી લેવામાં આવેલા 1.75 લાખથી વધુ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ ઉપરાંત, 1.26 લાખ કર્મચારીઓ પહેલેથી જ હાલના OPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે.આ યોજનાનો મુખ્યહેતુ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે સરકારી કર્મચારીઓના ભાવિને સુરક્ષિત કરવા અને રાજ્ય પ્રત્યે તેના યોગદાનને મહત્વ આપવાનો છે. શરૂ કરવામાં આવેલ આ યોજના ભવિષ્યમાં તિજોરી માટે નાણાકીય રીતે ટકાઉ છે કે કેમ તેની ખાતરી કરવા માટે સરકાર પેન્શન ફંડની રચનામાં સક્રિયપણે યોગદાન આપશે જે યોજનાના લાભાર્થીઓને ભવિષ્યમાં પેન્શન આપવામાં આવશે.

શરૂઆતમાં 1000 કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવશે
પેન્શન કોર્પ્સમાં આ યોજનાનું યોગદાન સરકાર તરફે શરૂઆતમાં વાર્ષિક રૂ. 1,000 કરોડનું હશે અને ભવિષ્યમાં તે ધીમે ધીમે વધતું જશે. ઉપરાંત NPS સાથે વર્તમાન સંચિત કોર્પસ રૂ. 16,746 કરોડ છે, જેના માટે રાજ્ય પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ભારત સરકારને વિનંતી કરશે કે અસરકારક ઉપયોગ માટે આ રકમ પરત કરવામાં આવે તેવી ખાતરી આપી હતી.

ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં લઇ રમાયું આ ટ્રમકાર્ડ
ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબની ભગવંત સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત સાથે AAP એ ગુજરાતના સરકારી કર્મચારીઓને તેમની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરવાની વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top