Gujarat

આજથી બે દિવસીય વિધાનસભાનું ચોમાસુ સત્ર તોફાની બની રહેશે

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા આવતીકાલથી શરૂ થઈ રહેલું વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર કર્મચારીઓના આંદોલનના પગલે તોફાની બની રહે તેવી સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા માટે તેને ગૃહમાં ફરીથી લાવવામાં આવે તેવી સંભાવના છે. સરકાર દ્વારા છ કરતાં વધુ વિધેયકો ગૃહમાં રજૂ કરાશે. આંદોલકારી કર્મચારીઓ વિધાનસભા ગૃહને કાળી પટ્ટી પહેરીને તેનો ઘેરાવો કરે તેવી સંભાવના છે. જેના પગલે વિધાનસભા ગૃહની સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે.

વિપક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસ્થાને મંગળવારે રાત્રે કોંગસના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના કોંગીના પ્રભારી ડૉ રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાઠવા તથા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે એક એક મિનિટનો ઉપયોગ કરીને પ્રજાના પ્રાણ પ્રશ્નો રજુ કરીશું. ગ્રેડ પે, આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવી, ફિકસ પે પ્રથા નાબૂદ કરવી, રહેમરાહે નોકરી આપવી, જુની પેન્શન યોજના ૨૦૦૫ પછી સરકારમાં જોડાયેલા હોય તે તમામ કર્મચારીઓ માટે લાગુ કરવી, ખેડૂતોના પ્રશ્નો, માજી સૈનિકોના પ્રશ્નો તથા અતિવૃષ્ટિથી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયુ તે મુદો, પેપર લીક કાંડ, બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરીને રજૂઆત કરીશું.

Most Popular

To Top