અમદાવાદ: રાજયમાં તાજેતરમાં છેલ્લા છ માસથી યુવકોના ટપરોટપ થઈ રહેલા મૃત્યિુની ઘટના અંગે એક આંતરીક તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ રિપોર્ટ અંગે આજે અમદાવાદમાં સરકાર દ્વારા નીમાયેલી નિષ્ણાતોની પેનલના તબીબોએ પોતાના વિચારો વ્યકત્ કર્યા હતા. જેમાં આ નિષ્ણાંત તબીબોનું કહેવુ છે કે યુવકોના હાર્ટ એટેકથી થઈ રેહલા મૃત્યુને કોરોના કે કોરનાની વેકિસન સાથે કોઈ લેવાદેવા નથી. જો કે મોટા ભાગના કેસોમાં ઊચુ બ્લ્ડ પ્રેશર , બદલાતી જીવન શૈલી , ચાલવાની કસરત ઓછી કરવી , વધુ પડતુ માનસિક દબાણ સહિતના કારણો બહાર આવ્યા છે.
યુવકો દ્વારા બહારથી મંગાવવામાં આવતા ફૂડને પણ હાર્ટ એટેકનું કારણ માનવામાં આવે છે. કોરોના વખતે ફૂડની જે હોમ ડિલીવરી થતી હતી તે વધી જવા પામી છે. એટલે કે ઘરનો સાત્વિક ખોરાક ઘટી ગયો છે, તે પણ હાર્ટ એટેકનું એક કારણ છે.
નિષ્ણાંતો સાથે સંયુકત્ત રીતે મીડિયા સાથેની વાતચીતમાં કહયું હતુ કે કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે કોઈ સંબંધ નથી, જો કે આખા વિશ્વમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ વધ્યા છે. કોરોના વખતે અને તે પછી હાર્ટ એટેકના કારણે દર્દીઓના મૃત્યુની સંખ્યામાં કોઈ વધારો થયો જ નથી.
અમદાવાદના હ્રદયરોગના હુમલાથી થતા મૃત્યુમાં 10 ટકા જેટલા સડન ડેથના કિસ્સાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યા છે. 7 થી 8 ટકા ડેથ નળીઓના બ્લોકેજના કારણે થાય છે. માત્ર બે થી ત્રણ ટકા મૃત્યુ નાની ઉંમરમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે થતા હોય છે, આમાં પણ મોટાભાગના કિસ્સામાં હૃદય ધ્રુજી જવું તેમજ હૃદયના ધબકારા અનિયમિત થવાને કારણે થાય છે. આ બધા જ કિસ્સામાં જો સીપીઆર તાત્કાલિક આપવામાં આવે તો તો દર્દીનું જીવન બચાવી શકાય છે. હાલના સમયમાં લાઈફ સ્ટાઈલમાં સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે જેના કારણે પણ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે.
યંગ દર્દીઓમાં જે અચાનક મૃત્યુ દેખાય છે તેમાં પર ટકા લોકોમાં સડન કાર્ડિયાક ડેથ હોય છે. હ્રદયની ધમની બ્લોકેજ થવાથી સડન કાર્ડિયાક અરેસ્ટ થાય છે. કોઇ કારણોસર હ્રદયને મળતા લોહી તથા ઓક્સીજન હ્રદયની જરુરીયાત પ્રમાણે ન મળે અને હ્રદયમાં એનાથી જે નુકસાન થાય એને આપણે હ્રદયનો હુમલો કહેતા હોઇએ છે. આવા કિસ્સાઓમાં હ્રદયની નળીમાં સંપૂર્ણ અથવા આંશિક બ્લોકેજ હોઈ શકે છે.