વલસાડમાં કોરોનાનો હાહાકાર: 13 દિવસમાં કોરોનાના 1329 કેસ, 5 દર્દીના મોત

વલસાડ(Valsad): વલસાડ જિલ્લામાં જાન્યુઆરી (January) મહિનાની શરૂઆતથી જ કોરોનાના (Corona) કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. તો જિલ્લામાં વલસાડ તાલુકો તેમાં કોરોના હોટ સ્પોટ (Hot Spot) બની રહ્યો હોય તેમ માત્ર 13 દિવસમાં 1329 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે અને 5 દર્દીઓના મોત (Dead) આરોગ્ય વિભાગમાં નોંધાયા છે છતાં આટલા બધા કેસો માત્ર વલસાડ તાલુકામાં કેમ નોંધાઈ રહ્યા છે તે અંગે કોઈ વિશેષ આયોજન, તપાસ, સર્વે કે કારણો શોધવાના પ્રયાસો ન કરાયા હોઈ તેવું પ્રતીત થઈ રહ્યું છે.

સંઘ પ્રદેશ દમણમાં સોમવારે 112 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 11 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ દમણમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હવે 96 થવા પામી છે. સોમવારે વધુ 15 દર્દી સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દમણમાં હાલમાં 22 જેટલા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે વધુ ૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૧૬ થઇ છે. સોમવારે ૧૬૫ વ્યક્તિના આરટી પીસીઆર ટેસ્ટ કરાવતા તે પૈકી ૧૪નો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ૫૬ના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યા હતા જે તમામ નેગેટિવ આવ્યા હતા. સોમવારે ૧૪ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. નર્મદા જિલ્લામાં કોરોનાવાયરસના RTPCR ટેસ્ટમાં વધુ ૨ અને રેપિડ ટેસ્ટમાં ૩૩ સહિત કુલ ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં ૧૧૪ દર્દી સારવાર હેઠળ છે.

તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા કુલ ૧૯ કેસો નોંધાયા છે. ૧૩ દર્દી સાજા થયાં છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ ૮૩ કેસો હાલ સક્રિય છે. વાલોડના ખાખર ફળિયામાં ૨૭ વર્ષિય પુરુષ, મોર દેવી, હવેલી ફળિયામાં ૨૨ વર્ષિય પુરુષ, ભવાની ફળિયામાં ૩૮ વર્ષિય પુરુષ, સામા ચાલીમા ૨૩ વર્ષિય મહિલા, સુન્દરમ્ નગરમાં ૬૦ વર્ષિય મહિલા, વ્યારા જૂના પેટ્રોલ પંપ પાછળ, લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ૨૬ વર્ષિય પુરુષ, જૂનું ઢોડિયાવાડમાં ૨૯ વર્ષની મહિલા, હરિઓમ રેસિડેન્સી ૩૬ વર્ષિય મહિલા, પાનવાડીના મહાદેવ નગરમાં ૫૫ વર્ષિય મહિલા, ૪૦ વર્ષિય પુરુષ, કાટીસકૂવા નજીક કાકડી ફળિયામાં ૩૦ વર્ષિય મહિલા, શ્યામ ડ્રીમલેન્ડ સોસાયટીમાં ૧૫ વર્ષની કિશોરી, સોનગઢના નિશાણા ગામે તાપી ફળિયામાં ૨૦ વર્ષિય મહિલા, GEB કોલોની ઉકાઇમાં ૨૬ વર્ષિય પુરુષ, GSECL કોલોની ઉકાઇ ૩૭ વર્ષિય પુરુષ, ડોલવણના બેડા ગામે મોગરા ફળિયામાં ૩૫ વર્ષિય મહિલા, ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે ૩૪ વર્ષિય પુરુષ, ડોલવણ ચાર રસ્તા પાસે ૪૪ વર્ષિય પુરુષ, ભંડાર ફળિયામાં ૧૫ વર્ષિય કિશોર કોરોના પોઝિટિવ આવ્યા છે.

Most Popular

To Top