રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવાના 121 દિવસો પૂર્ણ: મુખ્યમંત્રીએ ‘સુશાસનના ૧૨૧ દિવસ’ પુસ્તિકાનું કર્યુ વિમોચન

ગાંધીનગર(Gandhinagar): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવવા માટે સરકારમાં 121 દિવસો પૂર્ણ કર્યા છે ત્યારે તેમણે આજે સરકારમાં લીધોલા મહત્વના નિર્ણયો અંગે સુશાસનના “સુશાસનના 121 દિવસ” પુસ્તિકાનું (Book) વિમોચન કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહયું હતું કે પીએમ નરેન્દ્ર અને ગૃહમંત્રી અમિત શાહે કંડારેલી ગુડ ગવર્નન્સ- સુશાસનની કેડી પર ચાલતા તેમની નવી ટીમ ગુજરાતે સૌને સાથે રાખી, સૌ માટે, સૌ સંગાથે ચોતરફા વિકાસ માટેનો સંકલ્પ સાકાર કરવાની નેમ રાખી છે. પટેલે કહયું હતું કે સાફ નિયત અને નેક નીતિથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પળ-પળ, ક્ષણ-ક્ષણ રાજ્યના ભલા માટે ખપાવી દેવાની તેમની ટીમની તત્પરતા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સમગ્ર ટીમે લોકપ્રશ્નો –જન સમસ્યાઓને સરકાર સુધી પહોચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે. તેમના નેતૃત્વની વર્તમાન સરકારે પીએમ નરેન્દ્ર મોદી દિશાદર્શનમાં ત્વરિત નિર્ણયો અને શ્રેણીબદ્ધ જનહિત કાર્યોથી ગુડ ગવર્નન્સની નવી પરિભાષા અંકિત કરી છે. પટેલે વધુમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઊદ્યોગ,સેવા,સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે ૧૨૧ દિવસ દરમ્યાન કરેલી ગતિ-પ્રગતિની વિશદ છણાવટ કરી હતી.

તેમણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બે લાખ ખેડૂતોએ અપનાવી છે અને વનબંધુ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતિયુક્ત જિલ્લો બન્યો છે તેની ભૂમિકા આપી હતી. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવા રૂ. ૧૦૦ કરોડના ફંડીંગ સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ વિગેરેની સુવિધા વિકસાવવાનું કાર્ય આયોજન હાથ ધરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ દેશના હરેક ઘરને ટેપ વોટર- નળથી જળ પહોચાડવા ‘નલ સે જલ’ની જે સંકલ્પના આપી છે તેમાં સંપૂર્ણ ગુજરાતને આગામી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં આવરી લઇ ૧૦૦ ટકા નલ સે જલ યુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. પટેલે રાજ્યના વધુ ૬ જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી ૩૧મી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ ૬ જિલ્લાઓ સાથે રાજ્યમાં કુલ ૧૩ જિલ્લા સંપૂર્ણ નલ સે જલ યુક્ત થશે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંકટ હોય કે કુદરતી આફતનો કહેર, પ્રજાની પડખે રહી તેને હૂંફ અને સધિયારો આપવાના સેવાધર્મથી તેમની ટીમ ગુજરાત સતત દિનરાત ખડેપગે રહી છે. તેમણે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નૂકશાન સામે બે તબક્કામાં ૧ હજારથી વધુ કરોડના સહાય પેકેજનો લાભ અસરગ્રસ્ત ૧૫૩૦ ગામના ૫.૦૬ લાખ ખેડૂતોને અપાયો છે તેની અને માછીમારો માટે ૨૬૫ લાખના સહાય પેકેજની પણ વિગતો આપી હતી.

Most Popular

To Top