સંતરામપુર: મહીસાગર (Mahisagar) જિલ્લાના સંતરામપુર (Santrampur) તાલકામાં મધરાત્રે અચાનક મકાન ધરાશાયી (House Collapses) થઈ જતા દાદી (Grandmother) અને 2 વર્ષની પૌત્રીનું (Granddaughter) ઘટના સ્થળે જ મોત (Death) થયું હતું. જ્યારે દાદા (Grandfather) ઈજાગ્રસ્ત (Injury) થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના રાત્રે 2 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ દાદી અને પૌત્રીને બચાવવાના પ્રયાસો કર્યા હતા.
- સંતરામપુરમાં રાત્રે પરિવાર પર કાચુ મકાન ધરાશાયી
- ભારે વરસાદના કારણે મકાન થયું ધરાશાયી
- દાદા, દાદી અને પૌત્રી કાટમાળ નીચે ફસાયા
- દાદી અને 2 વર્ષીય પૌત્રીનું મોત
આસપાસના લોકો દ્વારા દાદી અને પૌત્રીને બચાવવાના પ્રયાસો કરાયા
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થઈ જતા દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 108ની મદદથી ઇજાગ્રસ્ત દાદાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં સુધી આસપાસના લોકો દ્વારા કાટમાળમાં ફસાયેલા દાદી અને પૌત્રીને બહાર કાઢવાના પ્રયાસો કરાયા હતા.
2 વર્ષીય પૌત્રી સાથે દાદીનું કાટમાળમાં ફસાય જતા મોત
સંતરામપુરમાં ભારે વરસાદના કારણે એક કાચુ મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.02) ઘરમાં ઊંઘતા હતા, ત્યારે રાત્રે 2 વાગ્યે મકાનનો કાટમાળ પરિવાર પર પડ્યો હતો. મકાનનો કાટમાળ પડતા ચીસાચીસ ગુંજી ઉઠી હતી. કાટમાળ પડ્યો હોવાનું જાણ થતા આસપાસના લોકોએ પરિવારને બચાવવાની કોશિશ કરી હતી. સાથે જ ફાયર વિભાગની ટીમને પણ જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જવાને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ ઘટના સ્થળે દાદી અને પૌત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે દાદને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સંતરામપુર મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજી 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી, નાળા છલકાઈ ગયા છે. કેટલાક શહેરોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિત સર્જાઈ છે. તો કેટલાક વિસ્તારોમાં NDRFની ટીમને પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવી છે. સુરત સહિત ઘણા શહેરોમાં વરસાદી ઝાપટાંના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે.