ગોધરા: પંચમહાલ એસઓજી પોલીસે રીલાયન્સ જીઓ ટાવર કંપનીમાં રોજગારી આપવાના બહાને ખોટી જાહેરાત પત્રિકાઓ છપાવીને પંચમહાલ દાહોદ જિલ્લામાં જાહેર સ્થળો હોટલ યુવાનોને નોકરી આપવાની લાલચ આપી ઓનલાઈન પૈસા પોતાના એકાઉન્ટમાં નખાવડાનારા ઉત્તરપ્રદેશના ઈસમને પકડી પાડયો હતો. એસ.ઓ.જી પોલીસે રૂપિયા 26,340 ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પંચમહાલ અને દાહોદ માં એક હિન્દીભાષી ઉત્તર પ્રદેશ બાજુના યુવાન એ જરૂરિયાત મંદ યુવાનોને પોતાના અભ્યાસ મુજબ પગાર મળશે તેમજ જીઓ ફોર જી રિલાયન્સ ટાવર કંપનીમાં તાત્કાલિક છોકરાને છોકરીઓ નોકરી આપવામાં આવશે તેવી ખોટી જાહેરાત પત્રિકા વાયરલ કરી હતી. જેને લઇને એસ. ઓ.જી.પોલીસે પત્રિકા હાથમાં આવતા તેમાં લખેલ મોબાઇલ નંબરને ટેકનિકલ સર્વેલસના આધારે ગોધરા બસ સ્ટેશનની આસપાસ હોવાનુ માલુમ પડયુ હતુ. એસ.ઓ.જી.ના માણસે લાલબાગ બસ સ્ટેન્ડની અંદરના ભાગે વોચ ગોઠવતા ઠગ અંશુ કુમાર તિવારીને પકડી લીધો હતો.હાથમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીમાં કાગળની પત્રિકાઓ, મોબાઇલ, રોકડ રકમ સહિતનો મૂદામાલ સાથે પોલીસ મથક ખાતે લઇ જઇને પુછપરછ હાથધરી હતી.એસ. ઓ. જી પોલીસે પકડી પાડેલ ઇસમ રોજગારી આપવાના બહાને યુવાનો પાસેથી રૂપિયા લઇને છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યુ હતુ.