Charchapatra

તેલના ભાવમાં ઘટાડાનો લાભ દેશની પ્રજાને આપો

તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવો સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે, પણ આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ સુધી કોઇ ઘટાડો કરાયો નથી.ક્રુડની કિંમત પ્રતિ બેરલ 92 ડોલર સુધી ઊતરી ગઇ છે અને નિષ્ણાતો તેમાં ઔર ઘટાડાની શકયતા જોઇ રહ્યા છે. ત્યારે આપણા દેશમાં પણ પેટ્રોલિયમના ભાવમાં લીટરે રૂપિયા ત્રણ સુધીનો ઘટાડો થવો જોઇએ.

પરંતુ આપણા દેશની પ્રજાને હજુ સુધી આ ઘટાડાનો લાભ અપાયો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લે 22 મે એ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં અનુક્રમે આઠ અને નવ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યાર પછીથી પેટ્રોલિયમના ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો ઊંચા હોવાથી અને તેમાં ઘટાડો નહીં થવાથી જીવનજરૂરી ચીજવસ્તુઓની હેર-ફેર પણ મોંઘી બની રહેવાથી અંતે આ જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારાનો સામનો કરવાનો વારો સામાન્ય પ્રજાને જ આવે છે. આ હકીકતને લક્ષમાં લઇ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવના ઘટાડાને પગલે આપણા દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી પ્રજાને આપવા જોઇએ.
પાલનપુર          -મહેશ વી.વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top