Gujarat

આજે સતત બીજી ટર્મ માટે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટના સભ્યોની શપથવિધી

ગાંધીનગર : આવતીકાલે બપોરે 2 વાગ્યે ગાંધીનરમાં (Gandhinar) સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડમાં સતત બીજી ટર્મ (Second Term) માટે મુખ્યમંત્રી (Chief Minister) તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તથા કેબિનેટના સભ્યો શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી તથા કેબિનેટના સભ્યોને શપથ લેવડાવશે.પીએમ નરેન્દ્ર મોદી (PM MODI) આજે રાત્રે ગાંધીનગર આવી જવાના છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ પણ આ શપથવિધી સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાતં ભાજપશાષિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે.

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી તથા કેબિનેટના સભ્યોને શપથ લેવડાવશે
  • પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે ગાંધીનગર આવી જવાના છે
  • ભાજપશાષિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે

આજે રવિવારે સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શપથવિધી સમારંભની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ચીફ સેક્રેટરી પંકજકુમાર તથા માર્ગ મકાન સેક્રેટરી સંદિપ વસાવા સહિતના સિનીયર અધિકારીઓએ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સિનીયર નેતાઓ પણ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોચી ગયા
ભાજપના પ્રદેશના સિનીયર નેતાઓ પણ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોચી ગયા હતા એટલું જ નહીં સમગ્ર તૈયારીઓમાં કેટલાંક સૂચનો પણ કર્યા હતા.શપથવિધી માટે ત્રણ મોટા ડોમ બનાવવામાં આવ્યા છે. ત્રણ મોટા મંચ પૈકી એક પર શપથવિધી યોજાશે, જ્યારે બીજા મંચ પર પીએમ મોદી તથા અમીત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત સિનીયર કેન્દ્રિય નેતાઓ, તથા ભાજપ શાષિત મુખ્યમંત્રીઓ અન્ય નેતાઓ બિરાજમાન રહેશે. જ્યારે ત્રીજા મંચ પર સાધુસંતોને બેસવાની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ગુજરાતના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયુ છે. પીએમ મોદી આ સમારંભમાં ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર સચિવાલય સંકુલને ફરતે લોખંડી સલામતી વ્યવસ્થા ઊભી કરાઈ છે.

Most Popular

To Top