Health

હવે લસણ પણ લાગશે ડુંગળી જેવા ગુલાબી, ભરૂચમાં કરાય છે ગુલાબી લસણની ખેતી

આમ તો શિયાળામાં (Winter) લીલું લસણ (Garlic) સ્વાસ્થ્ય વર્ધક (Healthy) કહેવાય છે. પરંતુ લસણ આખું વર્ષ આપણા શરીર માટે લાભદાયી હોય છે. સુકા લસણનો ઉપયોગ આપણે આખું વર્ષ કરતા હોઈએ છીએ. સુકું લસણ અત્યાર સુધી સફેદ રંગનું જોવા મળતું હતું પરંતુ હવે તેનો કલર વધુ આકર્ષક થયો છે. ભરૂચ જિલ્લાના શુકલતીર્થમાં એક ખેડૂતે ગુલાબી લસણની ખેતી કરી છે. આમ તો આ ખેડૂત લગભગ 10 વર્ષથી લસણની ખેતી કરે છે અને હવે તે ગુલાબી લસણની ખેતી કરે છે. આ લસણનો કલર જોવામાં ડુંગળી જેવો ગુલાબી દેખાય છે. દેશ વિદેશમાં પણ ગુલાબી લસણની ખેતી થાય છે. આમ તો આ લસણ પણ સફેદ લસણ જેટલું જ સ્વાસ્થ્ય વર્ધક છે પરંતુ તેનો ગુલાબી કલર વિશેષ આકર્ષણ જમાવે છે.

  • હવે લસણ પણ ડુંગળી જેવો ગુલાબી દેખાશે
  • દક્ષિણ ગુજરાતના ભરૂચમાં કરાય છે ગુલાબી લસણની ખેતી
  • શિયાળામાં તેની ખેતી વધુ સારું પરિણામ આપે છે

આમ તો ગુલાબી લસણનું મુળ ઉદ્ભવ સ્થાન ક્રોએશિયા છે પરંતુ વિશ્વના અનેક દેશોમાં ગુલાબી લસણની ખેતી થાય છે. હવે દક્ષિણ ગુજરાતમાં પણ ગુલાબી લસણની ખેતી શક્ય બની છે. ગુજરાતમાં લસણની ખેતી મોટાભાગે શિયાળાના સમયમાં થાય છે. પણ હવે તે બારેમાસ પણ થઈ શકે છે. કહેવાય છે કે લીલા લસણના પાકને ઠંડી તેમજ સૂકી આબોહવા વધુ માફક આવે છે. કારણકે લસણની કળીઓના વિકાસ માટે ઓછું તાપમાન જોઈએ છે. શિયાળાની રાત્રિઓ વધુ લાંબી હોય છે. જેથી લસણના કંદના વિકાસ માટે તે વધુ આરામદાયક હોય છે. કહેવાય છે કે લીલા લસણનો પાક સ્વચ્છ જમીનમાં કરવો જોઈએ કારણકે ગંદગીવાળી જમીનમાં લસણનો પાક બગડી જાય છે.

મજૂરો પાકનું નિંદામણ કરીને તેને સાફ કરે છે ત્યારબાદ તેને પાણીમાં ધોઈને સાફ કરે છે. નિંદામણ એક જ વાર કરવામાં આવે છે. કહેવાય છે કે લસણના પાકને તૈયાર થવામાં 60થી 65 દિવસ લાગે છે. સારા નિતારવાળી, ફળદ્રુપ અને સેન્‍દિય પદાર્થો સારા પ્રમાણમાં હોય તેવી જમીન લસણના પાકને વધુ અનુકુળ આવે છે. ગોરાડુ, બેસર તેમજ મઘ્‍યમ કાળી જમીનમાં લસણનો પાક સારો થાય છે. ખેડૂતના જણાવ્યા અનુસાર ૧0 થી ૧ર દિવસના અંતરે લસણના પાકને પાણી આપવામાં આવે છે. લસણના ગાંઠીયા બંધાયા બાદ વધારે પડતા પિયતથી કળીઓનું ઉગી જવાનું પ્રમાણ વધે છે. કાપણી પહેલા ૧પ થી ર0 દિવસ અગાઉ પિયત બંધ કરવું પડે છે. આ લસણ તૈયાર થયા બાદ બજારમાં એક હજાર રૂપિયા મણના ભાવથી વેચાય છે.

Most Popular

To Top