ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) શનિવારે (Saturday) ગાંધીનગરની (Gandhinagar) મુલાકાતે આવી રહ્યા છે. શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે ગૃહ વિભાગ દ્વારા આયોજીત વિવિધ સમારંભમાં હાજરી આપશે. જેમાં કોઈ ફરિયાદ પ્રોજેકટનો આરંભ કરાવશે. તે પછી અન્ય સમારંભો માણસા ખાતે આયોજીત કરેલા છે. જેમાં માણસાના ચંદ્રાસર તળાવના વિકાસના પ્રોજેકટનો સમાવેશ થાય છે.
