SURAT

સુરતના કતારગામમાં જીમને રત્નકલાકારોએ જુગારનો અડ્ડો બનાવી દીધો

સુરત (Surat) : કતારગામ પોલીસે (Police) રવિવારે રાત્રે એક જીમમાં (Gym) દરોડો (Raid) પાડીને ત્યાં જુગાર (Gambling) રમતા રત્નકલાકાર (Diamond Worker) સહિત 10 લોકોને પકડી પાડ્યા હતા અને તેઓની પાસેથી રૂા.77 હજાર રોકડ સહિત કુલ્લે રૂા.3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. હાલમાં જીમમાં જુગારની ક્લબો પકડાઇ રહી છે ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા દરોડા કરતા જીમના ઓથા હેઠળ ચાલતુ કલબ પકડવામાં આવ્યુ હોવાની વિગત જાણવા મળી છે.

  • રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે પોલીસે કતારગામની મેસોમોર્ફ જીમમાં દરોડો પાડ્યો
  • પોલીસને જોઇને ટોળુ ભાગવા લાગ્યુ, પોલીસે 3.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ પોલીસે રવિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી હતી. અહીં કેટલાક યુવકો કસરત કરવાને બદલે જુગાર રમી રહ્યા હોય પોલીસને જોઇને તમામ ભાગવા લાગ્યા હતા. પોલીસે અહીં જુગાર રમતા (1) રત્નકલાકાર અલ્પેશ ઉર્ફે અલ્પાભાઈ ત્રિકમભાઈ વસોયા (ગાયત્રીનગર સોસાયટી વિભાગ 2, વાટલીયા સમાજની વાડીની સામે, ચોકબજાર, સુરત), (2) વેપારી કપિલ અરવિંદભાઈ પટેલ (સ્વપ્નલોક એપાર્ટમેન્ટ, ગણેશનગર સોસાયટી, પરવત પાટીયા, પૂણા, સુરત), (3) મજૂરીકામ કરતો હાર્દિક જીતેન્દ્રભાઈ પટેલ (રહે. અક્ષર ટાઉનશીપ, પરવત પાટીયા, પૂણા, સુરત), (4) રત્નકલાકાર કલ્પેશ પરસોતમભાઈ વાડી (રહે.ગોકુલધામ રેસીડેન્સી, નનસાડ, તા.કામરેજ, જી.સુરત), (5) એમ્બ્રોડરીનું કામ કરતો કલ્પેશ દામજીભાઈ ઘેવરીયા (રહે.ગોપીનાથ સોસાયટી વિભાગ 2, નારાયણ નગર પાસે, કતારગામ, સુરત), (6) રત્નકલાકાર મહેશભાઈ ભુરાભાઈ રામાણી (રહે.10, સુંદરપાર્ક સોસાયટી, અશ્વનિકુમાર રોડ, વરાછા), (7) રત્નકલાકાર કલ્પેશબાબુભાઈ દેસાઈ (રહે. હરી હરી સોસાયટી વિભાગ 2, અનાથઆશ્રમ પાસે, કતારગામ, સુરત), (8) રત્નકલાકાર દિનેશ કાનજીભાઈ ગોલાણી (રહે. શ્યામ રેસીડેન્સી, વિશાલનગર સોસાયટી, કતારગામ, સુરત), (9) રત્નકલાકાર રીયાઝ આલમ મલેક (રહે. બુટવાલા બિલ્ડીંગ, સોપારી કંપાઉન્ડ, હોળી બંગલા પાસે, લાલગેટ, સુરત), (10) રત્નકલાકાર પરેશ કાંનજીભાઈ બોદર (રહે.શિવનગર સોસાયટી, ભગવાનનગરની પાસે, કતારગામ, સુરત)ને પકડી પાડ્યા હતા. આ તમામ કસરત કરવાને બદલે જુગાર રમી રહ્યા હોય પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા. પોલીસે તમામને પકડી પાડીને તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવ પરના મળીને કુલ્લે રૂા. 77 હજાર તેમજ 11 મોબાઇલ મળી કુલ્લે રૂા.3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Most Popular

To Top