વડોદરા(Vadodara) : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કાળકા માતાના (KalkaMata) મંદિરમાં (Temple) ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ (Monk) તરીકેનું જીવન નિર્વાહ કરતા કેટલાક પરપ્રાંતિય બાવાઓના બીભત્સ વિડિયો વાયરલ (ViralVideo) થયા છે જેમાં એક વિડીયોમાં બાવો એક યુવતી સામે નગ્ન થઈને બિભત્સ વર્તન કરતો નજરે પડે છે, જ્યારે અન્ય એક બાવાનો તેની પ્રેમિકા સાથેનો વિડીયો પણ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને જેના કારણે માતાના મંદિરની ગરીમા જોખમાઈ છે.
- એક બાવો વિડીયો કોલમાં યુવતી સામે નગ્ન થઈને બિભત્સ વર્તન કરી રહ્યો છે તે એક બાવાના પ્રેમિકા સાથેના વાળ ઓળાવતા ફોટા વાયરલ થતા મંદિરની ગરીમા પર વાર: લંપટ સાધુ સામે એટ્રોસિટીની પણ ફરિયાદ
ઘણાં સમયથી કરનાળી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓનો વિવાદ ચાલી રહ્યો છે, તાજેતરમાં જ ચેરિટી કમિશ્નર દ્વારા ચાર નવા ટ્રસ્ટીઓના નામો ઉમેરવામાં આવ્યા હતા. જે પૈકી એક ટ્રસ્ટી અને સાધુ તરીકેનું જીવન વિતાવતા પરપ્રાંતિનો વિડીયો વાયરલ થયો છે.
કાળકા માતાના મંદિરના 3 હિન્દી ભાષી બાવાઓના કારણે આખુ મંદિર વિવાદમાં આવ્યું છે, આ 3 પૈકી 1 લંપટ સાધુનો બિભત્સ વિડીયો કોલ સામે આવ્યો છે તો દિનેશ ગીરી ગુરુ નિરંજન દેવ નામના એક બાવાના વીડિયોમાં તેની પ્રેમિકા સાથેનો વિડીયો છે, પ્રેમિકા તે બાવાના વાળ ઓળી રહ્યાં છે તેની પ્રેમિકા સાથેના ફોટોગ્રાફ્સ પણ વાયરલ થયા છે.
તેની સામે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની પણ ફરિયાદ દાખલ થઈ છે. જેનો હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો અન્ય એક બ્રિજેશ ગીરી નામના બાવાનો જે વિડીયો વાયરલ થયો છે જેમાં વીડિયો કોલિંગમાં એક યુવતીની સામે તે નગ્ન થઈ બિભત્સ વર્તન કરતા નજરે પડે છે. જોકે લંપટ સાધુ સામે એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દારૂ પીને ધમાલ મચાવતા એક લંપટ સાધુને લોકોએ મેથીપાક ચખાડ્યો
અજયગીરી નામના એક બાવો કરનાળી ગામમાં અવારનવાર દારૂ પીને ધમાલ કરતો હતો. જેથી ગામના કેટલાક યુવકોએ તેને એક દિવસ પકડી પાડી જાહેરમાં મેથીપાક આપ્યો એટલું જ નહીં જેસીબીમાં બેસાડી ગામ બહાર કાઢી મૂક્યો હતો તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ એ લંપટ બાવો આ વિસ્તારમાં દેખાયો નથી
કેટલાય પરપ્રાંતિય હિસ્ટ્રીશીટર સાધુના વેશમાં ગુજરાતમાં આશરો લઇ રહ્યા છે
ગુજરાત એ આસ્થાનું રાજ્ય છે અને અહીં સાધુ મહાત્માઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેનો કેટલાક પરપ્રાંતીય લોકો લાભ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ – બિહારમાં નામચીન તથા ત્યાંથી તડીપાર કરવામાં આવેલા અથવા તો ત્યાંથી બચીને આશરો લેવા માટે સાધુનો વેશ ધારણ કરી ગુજરાતમાં આવી નાના મંદિરોમાં કબ્જો જમાવે છે. જોકે પોલીસ પણ આસ્થાના કારણે આવા લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરતી નથી જેનો ફાયદો આવા લંપટોને મળી જાય છે.
ફોટો એડિટિંગ કરીને બેલ્કમેઇલ કરવાની પેરવી
ટ્રસ્ટનો વિવાદ વકર્યો છે અને તેમની પાસે કોઈ મુદ્દાઓ નથી તેથી બ્લેકમેઈલ કરવાની પેરવી કરવામાં આવી રહી છે. મારો વાળ ઓળવાનો ફોટો છે એમાં કંઈ ખોટું નથી. અમારા વાળ મોટા થયા હતા તો તેઓએ માથામાં તેલ નાખીને ઓળવાનું કહ્યું અને કોઈએ ફોટો ખેંચી લીધો. જે બીભત્સ વિડીયો વાયરલ થયો છે તેમાં હનીટ્રેપ કરવામાં આવ્યું છે. વિડીયો એડિટિંગ કરીને આ વિડીયો અને ફોટો બનાવવામાં અમોને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. : દિનેશગીરી, મહંત