SURAT

સુરત: માતા-પિતા બાદ ચાર વર્ષની બાળકીએ દમ તોડ્યો, બે બાળકો હજુ તડપી રહ્યાં છે

સુરત (Surat) : શહેરના સચિન વિસ્તારમાં લાગેલી આગની (Sachin Fire) ઘટનામાં એક સુખી પરિવારનો માળો પીંખાઈ ગયો છે. માતા પિતા બાદ 22 દિવસ તરફ્ડયા મારી 4 વર્ષની બાળકીએ પણ દમ તોડી દીધો છે. હજુ બે બાળકો સિવિલમાં સારવાર લઈ રહ્યાં છે. તેઓની હાલત પણ ગંભીર છે.

શહેરના સચિન વિસ્તારમાં નવા વર્ષની રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ બાદ ફાટી નીકળેલી આગમાં વધુ એકનું મોત નીપજ્યું છે. એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા પિતા સહિત પાંચ લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. જ્યાં માતા-પિતા બાદ 22 દિવસથી સારવાર લઈ રહેલી 4 વર્ષની બાળકીનું પણ આજે તા. 7 ડિસેમ્બરના રોજ મોત નિપજ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના નવેમ્બર મહિનાથી હતી. સચિનની સાંઈનાથ સોસાયટીમાં રહેતા ફિરોજ સતાર અન્સારી (ઉં.વ.25) ના ઘરમાં અચાનક ગેસ ક્રિકેજ બાદ બ્લાસ્ટ થતા પરિવારમાં બે દીકરા, એક દીકરી અને પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. ફિરોજ સંચા ખાતામાં કામ કરી પરિવારનો ગુજરાન ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, ચાર મહિનાનો દીકરો રડવા લાગતા માતાએ દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં રૂમમાં સૂતેલા ત્રણ બાળકો પતિ અને પત્ની પણ દાઝી ગયા હતા. પતિ-પત્નીની હાલત ગંભીર હતી.

સાત દિવસની સારવાર બાદ પતિ ફિરોજે છેલ્લો શ્વાસ લીધો હતો. તેના બે દિવસ બાદ પત્નીએ પણ દમ તોડયો હતો. માતા પિતા બન્નેના મોત બાદ આજે ચાર વર્ષની દીકરીનું પણ 22 દિવસની સારવાર બાદ મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકોની પણ હાલત હજુ નાજુક હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. 22 દિવસમાં પરિવારના ત્રણ સભ્યો ગુમાવતા સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Most Popular

To Top