ભારતનો દરેક નાગરિક ભારતીય છે તે કોઇપણ ધર્મનો કે જાતિનો હોય તે સૌથી પહેલા ભારતીય છે. દરેકે ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ જ. પોતાના ધર્મ જાતિ પ્રમાણેના કાયદા ન ચાલવા જોઇએ. માણસ કોઇ પણ ધર્મ પાળી શકે છે, પરંતુ તે પહેલાં તે ભારતીય છે. ગરીબ પૈસાદાર કાયદાની દૃષ્ટિએ સૌ સમાન છે. જે કોઇ ગુનો કરે તેને કાયદાની રૂએ સજા થવી જોઇએ. કાયદામાં છટકબારી હોવી ન જોઇએ. કાયદામાં સુધારો કરવાની જરૂર હોય તો એ સુધારા પણ થવા જોઇએ. અંગ્રેજોના સમયમાં જે કાયદા ઘડાયા હોય અને એમાં સુધારાને અવકાશ હોય તો તે સુધારા થવા જોઇએ. ભારતના વિકાસ માટે આ જરૂરી જ નહીં અનિવાર્ય છે. આ જાતિવાદ અને ધર્મવાદને કારણે જ દેશમાં અંધાધુંધી, વેરઝેર, દુશ્મનાવટ ચાલતી હતી અને દેશ ગુલામ બન્યો હતો. શું ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે ? હક્કિતમાં પહેલા દેશ અને પછી આપણે એવું હોવું જોઇએ.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ધર્મ, જાતિનાં નહીં દેશના કાયદા પ્રમાણે ચાલો
By
Posted on