SURAT

VIDEO: સુરતના વેડરોડ વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગ, સૂર્યા મરાઠીના સાગરીતને ગોળી મારી

સુરત: સુરતમાં (Surat) ધોળા દિવસે ફાયરિંગની (Firing) ઘટના બની છે. વેડરોડના (Vedroad) સીંગણપોર વિસ્તારમાં આજે સવારે ફાયરિંગની ઘટના બની હતી. બે ઈસમો ચાલુ મોપેડ પર આવી દુકાનના બહાર બેસેલા એક યુવક પર ફાયરિંગ કર્યુું હતું. મોપેડ પર આવેલા બે ઈસમો ફાયરિંગ કરી નાસીછૂટ્યા હતા. માહિતી અનુસાર જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું તે સૂર્યા મરાઠી (Surya Marathi) ગેંગનો સભ્યો છે. અને આ ગેંગના જ અન્ય ઈસમો દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રવિવારના રોજ સવારની છે. અખંડ આનંદ કોલેજ નજીક વેડરોડના સીંગણપોર વિસ્તારમાં ઘટના બની હતી. દુકાનની બહાર ખુરશી પર બેસેલા એક યુવક પર અચાનક જ મોપેડ પર આવેલા બે ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. ગાળીથી બચાવ યુવકે ખુરશી ઊંચકી મોપેડ સવાર બે ઈસમ પાછળ ભાગ્યો હતો. જો કે ફાયરિંગ કરી બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. યુવકનું નામ સફી હોવાનું સામે આવ્યુું છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ સફી સુરતનો કૂખ્યાત ડોન સૂર્યા મરાઠીના ગેંગનો સભ્ય છે. અને આ જ ગેંગના લોકોએ તેની પર ફાયરિંગ કર્યું છે. સફીને પેટમાં ગોળી વાગી હતી. સુરત સિવિલ ખાતે તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે સાફીની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ઈસમોની શોધખોળ કરી રહી છે.

  • સુરતમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની
  • ઘટના સીસીટીવીમાં કેદ
  • દુકાન પર બેઠેલા યુવક પર ચાલું મોપેડ પર ફાયરિંગ કરાયું
  • ફાયરિંગ ની ઘટના બાદ મોપેડ સવાર બે અજાણ્યા ઈસમો ફરાર
  • પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી
  • સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર ફાયરિંગ

સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ
સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય સફી પર બે મોપેડ સવાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના અચનાક બનતા જ દુકાનની આસપાસ અવરજવર કરતા લોકો પણ ગભરાઈ ગયા હતા. મોપેડે સવાર ઈસમે અચનાક જ બંદૂક કાઢી દુકાનની બહાર ખૂરશી પર બેસેલા સફી પર ફાયરિંગ કરી દીધું હતું. મોપેડે સવાર બે ઈસમોએ એક ગોળી ફાયરિંગ કરી હતી. બીજી ફાયરિંગ કરે તે પહેલા જ સફી મોપેડ સવાર બંદૂકધારી પાછળ દોડ્યો હતો. જેથી બે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા.

વર્ષ 2012 માં સૂર્યા મરાઠી સાથે હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો હતો
રૂપેશ સામે કીમ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો વર્ષ 2014 માં નોંધાયો હતો. આ સિવાય ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 10 જેટલા ગુના નોંધાયા છે. જેમાં હત્યા, અપહરણ સહિતના ગુના પણ સામેલ છે. આ સિવાય પૂણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ છે. તથા વર્ષ 2012માં સૂર્યા મરાઠી સાથે ચોક બજાર પોલીસમાં ખુનની કોશિષના ગુનામાં પકડાયો હતો.

Most Popular

To Top