નડિયાદ: અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર ખેડાના ધોળકા બ્રિજ પાસે સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. જેને મહામહેનતે કાબુમાં લેવામાં આવી હતી. ગાંધીધામથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જઇ રહેલા ટેન્કરના ટાયરમાં આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. ઘટનાને પગલે હાઇવે પેટ્રોલીંગની ટીમે સતર્કતા દાખવીને લેન બંધ કરી હતી. એક કલાક સુધી હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો કરી આગને કાબુમાં લીધા બાદ માતર પોલીસ અને હાઇવે ઓથોરીટીની ટીમ દ્વારા ટ્રાફિક નિયમન કરીને સ્થિતી સામાન્ય કરવામાં આવી હતી.
