Vadodara

આવતા વર્ષે સર્વેશ્વર થશે સુવર્ણેશ્વર

વડોદરા : વડોદરા શહેર મંગળવાર શિવમય બન્યું હતું. વહેલી સવારથીજ શિવ મંદિરોમાં ભાવીક ભક્તો પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા.  વડોદરાની આગવી ઓળખ બની ચુકેલી ભગવાન ભોળનાથ  પૂર્ણ પરીવાર સાથે નગર ચર્યા કરવા નીકળે છે. જેને નિહાળવા અને આશીર્વાદ મેળવવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.  મંગળવારે શિવરાત્રીને દિવસે સત્યમ શિવમ સુંદરમ સમિતિ  અને શિવ પરિવાર દ્વારા શિવજી કી સવારી અને સર્વેશ્વર મહાદેવની મહાઆરતી નું આયોજન વર્ષોથી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શિવ પરિવારની નગર ચર્યા અને સર્વેશ્વર મહાદેવની મહા આરતી યોજાઈ હતી. મહા આરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો, શહેર બીજેપીના પદાધિકારીઓ અને મેયર સહિત વડોદરાની ચૂંટાયેલી પાંખ ના સભ્યો પણ જોડાયા હતા.

સત્યમ શિવમ  સુંદરમ સમિતિ અને શિવ પરિવાર દ્વારા  આયોજિત શિવજી કી સવારી નું સફળ આયોજન વર્ષ 2013થી કરવામાં આવી રહ્યું છે આ શોભાયાત્રા એક પણ વર્ષ બંધ રહી ન હતી. કોરોના મહામારીમાં પણ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળી હતી. સતત બીજા વર્ષે કોરોના ને પગલે કોઈપણ ફ્લોટ વગર ફક્ત શિવ પરિવાર અને ભક્તોના ઘોડાપુર સાથે   શોભા યાત્રા નીકળી હતી.  પરંપરા મુજબ 4.30 કલાકે શિવ પરિવારની રણમૂકતેશ્વર મહાદેવ ખાતે  આમંત્રિત મહાનુભાવો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી. શિવ પરિવારની આરતીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ,  શહેરના મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્તાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, ધારાસભ્યજિતેન્દ્ર સુખડીયા, સીમાબેન મોહિલે , પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, શહેર બીજેપીના પ્રમુખ ડો.વિજય શાહ, મંત્રી સુનિલ સોલંકી અને રાકેશ સેવક સહિત શહેરના કોર્પોરેટરો અને પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવ, અને પૂર્વ મેયર ભરત ડાંગર સહિતના મહાનુભાવો  જોડાયા હતા. આરતી બાદ 5.00 કલાકે સુવર્ણ મઢીત શિવ પરિવારનો રથ  વિહાર ટોકીઝ પાસે આવી પહોંચ્યો હતો. હજારોની સંખ્યામાં શિવ ભક્તો શિવ પરિવારનો રથ ને ખેચવા માટે આવ્યા હતા. શિવ પરિવારની શોભાયાત્રાના રૂટ પર બપોરથીજ આસપાસના વિસ્તારના લોકો અને ભક્તો ભોળાનાથના સંપૂર્ણ પરિવાર ની ઝલક મેળવવા માટે ગોઠવાઈ ગયા  હતા. રાત યાત્રાના રૂટ પર ઠેર ઠેર શિવ પરિવારનું ફૂલોથી સ્વાગત કરાયું હતું.  ભક્તો માટે  છાસ  શરબત, ભાંગ અને ફરાળી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. 6.00 કલાકે શોભા યાત્રા નાની શાક માર્કેટ ખાતે આવી પહોંચી હતી.

શિવ પરિવાર ને નિહાળવા  માટે તેમજ તેમના આશીર્વાદ મેળવવા માટે હજારોની સંખ્યામાં  ભક્તો અને નગરજનો રસ્તાની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. રથને  ખેંચવા માટે યુવાનો યુવતીઓ બાળકો, મોટરરાઓ  ભક્તિભાવપૂર્વક જોડાઈને  ધન્યતા અનુભવતા હતાં. રસ્તાની બંને તરફ ના મકાનો પરથી શિવ પરિવાર પર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવતું હતું.  પોતાના મોબાઈલમાં ભોળાનાથના સુવર્ણમઢીત પરિવારની તસવીરો લઈ રહ્યા હતાં અને તેમના ફેસબુક પેજ પરશિવજી કી સવારીના લાઈવ દ્રશ્યો  દર્શાવી રહ્યા હતા. શિવજી કી સવારી ની શોભાયાત્રા સાંજે 6.45 કલાકે માંડવી ખાતે આવી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન ઠેક ઠેકાણે પેપર કોન્ફિટી મશીનો દ્વારા રંગ બેરંગી કાગળોના ટુકડા ની વર્ષા કરીને તેમજ આતશબાજી  કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરીજનો અને ભક્તોના  ઘોડાપુર સાથે શિવજી કી સવારી નિર્ધારિત સ્થળે 7.15 કલાકે આવી પહોંચી હતી. ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સર્વેશ્વર  મહાદેવની મહા આરતી માટે આવી પહોંચ્યા હતાં. તેમની  સાથે મંત્રી મંડળના સભ્યોપણ જોડાયા હતાં.

નો પાર્કિંગ ઝોનમાંથી વાહનો ટોઈંગ કરાયા
શહેર પોલીસ કમિશ્નર દ્વારા શિવજી કી સવારીના કુલ 5.3 કીમી. ના રૂટ પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે અંગે જાહેરનામુ બહાર પાડી સંપુર્ણપણે “નો પાર્કીંગ ઝોન” જાહેર કર્યો હતો. જોકે આજે રૂટ પર નો પાર્કીંગ હોવા છતા કેટલાક વાહનો કાર, મોટર સાયકલ વગેરે જેવા રૂટ પર પાર્ક કરેલા જણાયા હતા. ત્યારે ટ્રાફિક પોલીસે તે વાહનોનું ટોઈંગ કરી તેમને દંડ ફટકાર્યો હતો.

સવારી આગળ જતાં ડાયવર્ઝનની કામગીરી કરાઈ
દર વર્ષની જેમ આજરોજ પણ શિવજી કી સવારી તેના અગાઉથી નક્કી થયેલા રૂટ પર ધુમધામથી નીકળી હતી. વાડી રણમુકતેશ્વર મહાદેવ મંદીરથી સવારી નીકળતા પોલીસ દ્વાર નક્કી થયેલા રૂટની પાછળથી આવતા વાહનો તેમજ આગળના રૂટનો વાહન વ્યવહાર રોકી દેવાયો હતા. અને સવારી જેમ જેમ આગળ વધી હતી. તેમ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

દર્શને આવેલ યુવાનનો જીવ શિવ સાથે ભળી ગયો
સુરસાગરની મધ્યે શિવજીની મહા આરતીના સમયે જ તળાવની પાળ પાસે એક યુવાન અચાનક ગભરામણ થતા ઢળી પડ્યો હતો. બનાવના પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. હાજર પોલીસ કાફલાએ બેભાન અવસ્થામાં યુવાનને તુરંત સયાજી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

પ્રધાનમંત્રીના પ્રયત્નો થકી જ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને હેમખેમ પરત લવાયા: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાશિવરાત્રીના પાવન પર્વે વડોદરામાં સુરસાગર મધ્યે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મહા શિવ આરતીમાં જોડાઈ સુવર્ણકાય શિવની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના વંદના કરી હતી. ૨૬ મી મહાઆરતી અને નવમી શિવજી કી સવારી યોજાઈ હતી.જેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમને આવીને શિવભક્તો નું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં મહા શિવરાત્રીના પવિત્ર પર્વે વિરાટ સર્વેશ્વર શિવની મહાઆરતી કરી હતી. વડોદરાના શહેરીજનોએ જોડાયા હતા મહા આરતી બાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્વેશ્વર મહાદેવ ની મૂર્તિ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે ટીમ બીજેપી દ્વારા ફૂલોનો ગુલ દોસ્તો ભૂલી ગયા હોવાથી મુખ્યમંત્રીનું સ્વાગત થયું ન હતું. મહાઆરતીમાં મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષા વકીલ, રાજ્ય મંત્રી વિનુભાઈ મોરડિયા, પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલ, મેયર કેયુરભાઈ રોકડીયા, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, ધારાસભ્યો, જીતુ સુખડીયા, સીમા મોહિલે, પાલિકાના પદાધિકારીઓ, મહાનુભાવો, નગરસેવકો મહાઆરતીમાં જોડાયાં હતાં.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કરુણામૂર્તિ શિવજીને સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય અને યુક્રેન થી યુદ્ધની વિભિષિકામાંથી ભારતવાસીઓને હેમખેમ, સલામત લાવવાના પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નોને સંપૂર્ણ સફળતા મળે એવી નમ્ર પ્રાર્થના કરી હતી.શિવરાત્રી મહા પર્વના મહિમાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમસ્ત બ્રહ્માંડમાં જ્ઞાનના પ્રાગટ્યનો આ દિવસ છે.ભોળા શંભુ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પર્વે સૌ જીવમાંથી શિવના રૂપાંતરણ નો સંકલ્પ કરે એવો અનુરોધ કરવાની સાથે આ ભવ્ય પરંપરા માટે ધારાસભ્ય યોગેશભાઈ અને સત્યમ શિવમ સુંદરમ્ સમિતિને હૃદયથી અભિનંદન આપવાની સાથે વડોદરા વાસીઓ ની ધર્મમયતાને આદર સાથે બિરદાવી હતી. શિવરાત્રીના પાવન પર્વે મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરા સહિત ગુજરાત અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કોરોનાના બે વર્ષ બાદ ધામધૂમથી શિવજી કી સવારી નીકળી
શિવજી કી સવારી માં કોરો ના બે વર્ષ બાદ  ધામધૂમ પૂર્વક યાત્રાની કરતા વડોદરા શહેરના શિવ ભકતો ખૂબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. જોકે યાત્રા પ્રતાપ નગર થી નીકળી હતી ત્યાંથી લઈને ડીજેના તાલે શિવભક્તો શિવ મગ્ન થઈ ગયા હતા. સુરસાગર ખાતે કેટલાક ભક્તો ના બુટ ચંપલ રઝળતા હાલત માં રોડ પર જોવા મળ્યા હતા.

12 સિટી બસોના રૂટ ડાયવર્ટ કરાતા અનેક મુસાફરો અટવાયા
શિવજી કી સવારી શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ નીકળે છે ત્યારે શહેરમાં જે રૂટ પર યાત્રા નીકળવાની હતી તે રોડ પર બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે શહેરને સિટી બસ સેવા પૂરી પાડતી વિટકોસ સિટી બસ સેવા શહેરમાં 150 બસો રૂટ પર ફરે છે. જેમાં ૧૨ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માંડવી, રાજમહેલ રોડ, કિશનવાડી, તરસાલી, કપુરાઈ સોમા તળાવ, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી વાઘોડિયા ગામ, જાંબુવા, રવિપાક, હરણી ખાતેની બસોને ત્યાં ડાયવર્ટ કરવામાં આવી હતી. રૂટ ડાયવર્ટ કરવામાં આવતા દરરોજ ૯૦ હજાર થી શહેરના નાગરિકો સીટી બસમાં મુસાફરી કરે છે તેના બદલે ૫૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.  ૪૫ હજાર મુસાફરોએ સિટી બસ સેવાનો લાભ લીધો હતો.

Most Popular

To Top