ફોટબોલ લવરોમાં માથે હમણાં ‘ફૂટબોલ ફીવર’ સવાર છે.ફિફા વર્લ્ડ કપ 2022ના (FIFA World Cup 2022) લીગ મેચોનો જાદુ પણ હમણાં પરવાન ચઢ્યો છે. આ સાથેજ જાપાને (japan) મોટો ઉલટફેર સર્જીને લોકોને દંગ કરી દીધા હતા. વર્ષ 2014ની ચેમ્પિય જર્મનીને (Jarmani) જોરદાર માત આપીને ચમત્કાર સર્જ્યો હતો. કતારમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં એશિયન ટીમે તમામ દિગ્ગજોની અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દઈને જર્મનીને 2-1થી હરાવીને (defeated) સનસનાટી મચાવી હતી. ફિફા વર્લ્ડ કપમાં જાપાનના હાથે જર્મનીની હાર ખરેખર ઐતિહાસિક માનવમાં આવી રહી છે. તેના બદલે કહો કે તેણે ફૂટબોલનો ઈતિહાસ બદલી નાખ્યો છે. આ મેચ પહેલા જાપાનનો જર્મની સામે 4 વખત સામનો થયો હતો જોકે જાપાન આ મેચોમાં ક્યારેય જીત્યું ન હતું. આ 4 મેચમાં જર્મનીએ 2 વખત જીત મેળવી હતી જ્યારે 2 વખત મેચ ડ્રોમાં ફેરવાઈને સમાપ્ત થઈ હતી.
‘નજર હટી દુર્ઘટના ઘટી’ જેવા હાલ
કતાર વર્લ્ડ કપમાં જાપાન અને જર્મનીની ટીમો 16 વર્ષ બાદ આમનો સામનો થયો છે. જકે આ વર્ષે જર્મનીએ 9 માંથી માત્ર 3 મેચ જીત્યા બાદ જર્મનીએ જાપાનનો સામનો કર્યો હતો. સ્વાભાવિક છે કે યુરોપિયન ટીમોં સારા ફોર્મમાં નથી ચાલી રહી ત્યારેજ જાપાને કેનેડા સામે ફ્રેન્ડલી મેચ રમી હતી જેમાં તેને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે 18મી વખત વર્લ્ડ કપમાં ભાગ લેનાર જર્મની માટે સતત 7મી વખત આ મેગા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર જાપાનથી ડરવાની જરૂર જણાઈ ન હતી.’નજર હટી દુર્ઘટના ઘટી’ જેવા હાલ બસ, જર્મની સાથેની મેચમાં આવું જ થયું. જર્મનીએ મેચના પ્રથમ હાફમાં પ્રથમ અને એકમાત્ર ગોલ કર્યો હતો. જર્મની માટે ગુંડોઆન આ ગોળ પેનલ્ટી વડે કર્યો હતો. પ્રથમ હાફ જર્મનીની તરફેણમાં 1-0ની સ્કોરલાઇન સાથે સમાપ્ત થયો હતો.
જાપાને ઐતિહાસિક જીત નોંધાવી
જોકે, બીજા હાફમાં પણ જર્મનીએ બોલ પર સતત કબજો જમાવવાની બાબતમાં જાપાન પર સંપૂર્ણ હાવી જણાયું હતું. મેચના 74 ટકામાં બોલ જર્મન ખેલાડીઓ પાસે રહ્યો, પરંતુ જાપાનીઓએ 26 ટકામાં મળેલી તકોનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. તેણે બીજા હાફમાં ટાર્ગેટ પર કુલ 4 શોટ ફટકાર્યા, જેમાંથી બે જર્મની ગોલપોસ્ટને ઉપર મોકલાયા હતા.રિત્સુ ડોને 75મી મિનિટે જાપાન માટે ગોલ કરીને 1-1થી ડ્રો કરી હતી. તાકુમા અસનોએ 83મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને જાપાનને 2-1ની સરસાઈ અપાવી હતી. અંતિમ વ્હિસલ સાથે જાપાને આ મેચમાં જર્મનીને 2-1થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી.