National

લાલ કિલ્લા પર પતંગથી આતંકી હુમલાની દહેશત, IBનું એલર્ટ

નવી દિલ્હીઃ દેશ આ વર્ષે આઝાદીનાં 75 વર્ષ(Independence Day)ની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીની પ્લેટિનમ જ્યુબિલી(Platinum Jubilee)ની ઉજવણી(Celebration) માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. જો કે આતંકવાદીઓ રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 15 ઓગસ્ટના રોજ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં આતંકી હુમલાનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. IBએ કહ્યું છે કે ઘણા IED ડ્રોન મારફતે પંજાબથી પાકિસ્તાન સરહદે ભારતના વિવિધ શહેરોમાં પહોંચ્યા છે. તાજેતરમાં પંજાબ અને અલગ-અલગ રાજ્યોમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્વારા ભારતમાં ઘણા બધા IED મોકલ્યા છે.

પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે ભારતમાં પહોંચાડવામાં આવ્યા હથિયારો
ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર, AK-47 સહિતના હથિયારો પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે ભારતમાં કેટલાક સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. આ સિવાય સુરક્ષા એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસને લોન વુલ્ફ એટેકના ઈનપુટ પણ આપવામાં આવ્યા છે. આઈબીના જણાવ્યા અનુસાર ભીડમાં કોઈ પણ વ્યક્તિ હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં સ્ક્રીનિંગ અને ચેકિંગને ખૂબ જ ચુસ્ત રાખવા માટે કહેવામાં આવ્યું છે. IBએ પતંગ દ્વારા હુમલાનું એલર્ટ આપ્યું છે. આ સાથે જ લાલ કિલ્લાની આસપાસ પતંગ ચગાવવા અને તેના પર સંપૂર્ણ નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ક્રેચ દ્વારા કોઈપણ પ્રકારના હુમલાના ઈનપુટ પણ આપવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીએ કહ્યું છે કે કોઈ વ્યક્તિ ક્રૉચમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મૂકીને હુમલો કરી શકે છે, તેથી સ્ક્રીનિંગ ખૂબ જ મજબૂત હોવું જોઈએ.

10 હજાર પોલીસકર્મીઓ તૈનાત
આ વખતે આખો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની સુરક્ષામાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 15 ઓગસ્ટ પહેલા જ સમગ્ર દિલ્હીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પોતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સંસ્થાઓના વડાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે તેઓ પૂરા પ્રયાસ કરી રહ્યા છે.

લશ્કર-એ-તૈયબા, ISI અને જૈશના નિશાના પર દિલ્હી
સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. 10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના ઘડવાની માહિતી આપી છે. 10 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે. જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.

Most Popular

To Top