SURAT

સુરતના જાણીતા પાનવાલા અને પર્સનલ ટ્યૂશન ક્લાસીસને સીલ મારી બંધ કરાયા, શું છે સમગ્ર મામલો?

સુરત(Surat): શહેરના બે જાણીતા ટ્યૂશન ક્લાસીસને સીલ મારીને બંધ કરી દેવાયા છે. આ બે ટ્યૂશન ક્લાસીસમાં એક પાનવાલા ટ્યુશન ક્લાસીસ (PanwalaTutionClasses) અને બીજું પર્સનલ ટ્યૂશન ક્લાસીસ (PersonalTutionClasses) છે. આજે સવારે સુરત મનપાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બંને ટ્યૂશન ક્લાસીસને સીલ મરાયા છે.

સુરત મહાનગર પાલિકાના (SMC) ફાયર વિભાગ (Fire Department) દ્વારા છેલ્લાં કેટલાંક દિવસોથી ફાયર સેફ્ટીના (Fire Safety) સાધનો ન ધરાવતા કમર્શિયલ કોમ્પલેક્સને સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, તે અંતર્ગત પહેલાં હોટલ, ત્યાર બાદ કાપડ માર્કેટ અને હવે જાણીતા ટ્યૂશન ક્લાસીસનો વારો પડ્યો છે.

કાપડ માર્કેટ બાદ હવે ટ્યુશન કલાસીસવાળાઓ પણ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું બહાર આવતા નાનપુરા અને સૈયદપુરાના બે કલાસીસ સીલ મારી દેવામા આવ્યા છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂત એ જણાવ્યું હતું કે બન્ને કલાસીસે હજી એનઓસી (NOC) નથી લીધા, ફાયર સિસ્ટમ સહિતની સુવિધાઓ પણ નહીં રાખવામાં આવતા આખરે સીલ માર્યા છે.

રાજેન્દ્ર રાજપૂત (ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, નાનપુરામાં પાનવાળા કલાસીસ અને સૈયદપુરાના પ્રસનલ કલાસીસ નો સર્વે કરતા બન્ને એ હજી ફાયરના NOC લીધા નથી, પાનવાળામાં એક્ઝિટ ગેટ જ નથી, જ્યારે પર્સનલ કલાસીસ માં ફાયર સિસ્ટમ જ નથી, આવી અનેક ખામીઓ બન્ને કલાસીસમાંથી મળી આવી છે. ફાયર દ્વારા બન્ને કલાસીસ ને વારંવાર નોટિસ આપી ફાયરના નિયમોનું પાલન કરવા સૂચન કરાયું હતું જોકે અવગરણા કરાતા આખરે ફાયરે સીલ માર્યા છે.

પાંચ હોટલ, અભિષેક માર્કેટની 1500 દુકાનોને સીલ માર્યું
છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતા કમર્શિયલ એકમો સામે કાર્યવાહી કરવાની ઝૂંબેશ ઉપાડી છે, તે અંતર્ગત સપ્તાહના આરંભમાં શહેરની 5 હોટલ માય પી.જી. ગેસ્ટ હાઉસ, ગુલામબાબા મીલ કમ્પાઉન્ડ, રેલવે સ્ટેશનની સામે (10 રૂમ સીલ), હોટલ ડાયમંડ પ્લાઝા, કિંગ હેરીટેજ હોટલની બાજુમાં, દિલ્હીગેટ સુરત (6 રૂમ સીલ), હોટલ ગ્રાન્ડ વ્યુ, પાલનપુર કેનાલ રોડ સામે, કટારીયા વર્કશોપની સામે ઈન્ફિનિટી બિલ્ડિંગના ચોથા માળે (4 રૂમ સીલ), હોટલ બ્લુ બેરી રૂમ, રોયલ ટાઈટેનિયમ, પાલનપુર કેનાલ રોડ, સુરત, હોટલ સ્કાય પેલેસ, રોયલ ટાઈટેનિયમ પાલન પુર કેનાલ રોડ, સુરત (6 રૂમ સીલ)ને સીલ માર્યા હતા. ત્યાર બાદ રિંગરોડ ખાતે આવેલી અભિષેક કાપડ માર્કેટની 1500 દુકાનોને સીલ માર્યું હતું.

Most Popular

To Top