અતિરેક

આપણે સહુ અતિરેકનાં માણસ છીએ કોઇ એક પ્રવાહ આવ્યો એટલે એ પ્રવાહ સાથે ઘસડાવા માંડીએ. મોદી સરકાર આવી ત્યારથી દેશપ્રેમના ઉભરા તો અવર નવર આવ્યા જ કરતા હોય છે હમણા ચીન વિરોધી વાતાવરણમાં ચીની બનાવટ ના ટીવી મોબાઇલ વિ. ની હોળી કરી પરંતુ આમા નુકસાન કોને? આપણી જ વસ્તુઓ ગઇ. આપણા દેશ અરે દુનિયાના ઘણા રાષ્ટ્રો ચીન પર નાની મોટી વસ્તુઓ માટે આધાર રાખે છે.

આ સંજોગોમાં આપણે આત્મનિર્ભર થઇ ચીનને માત કરી શકીએ હવે આવશે ૧૫મી ઓગસ્ટના દિવસે પણ સવારમાં જ દેશપ્રેમના ગીતો શરૂ થઇ જશે. આપણા રાષ્ટ્રીય તહેવારો ધાર્મિક તહેવારો બળેવ જન્માષ્ટમી વિ. માં પણ તે દિવસ પુરતા જ પ્રેમ આવે છે. આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ના ફોટા સોશયલ મીડીયા પર છવાય જાય જો ખરેખર આપણે નિયમિત યોગાભ્યાસ કરતા હોઇએ તો આટલી હોસ્પિટલો કેમ બનધાય છે?

આપણા વડાપ્રધાન દિવસના ૧૮ કલાક કામ કરતા હોય થાકયા વગર વિશ્વ પ્રવાસ કરી શકતા હોય અને આજે દેશના આંતર અને બાહ્ય આક્રમણોનો સામનો યોગ દ્વારા જ કરી શકે છે. તે રીતે પરદેશથી આયાત થયેલા વિવિધ ડે ની ઉજવણી પણ એક દિવસ પુરતી થાય છે. માવતર ઉપર જો ખુબ જ પ્રેમ હોય તો દેશમાં ઘરડાઘરની સંખ્યા કેમ વધતી જાય છે! આવા દેખાડા કરવા કરતા ગીતા એ ચીંધેલા મધ્યમ માર્ગ પર ચાલીએ. મનસા વાચક કર્મણા જેવા હોઇએ તેવા જ દેખાયએ તેમાંજ આપણી ગરીમા જળવાશે.

આનંદમહલ રોડ સુરત-પલ્લવી ત્રિવેદી (આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

Related Posts