માલેતુજાર થવાની પણ એક હદ હોય છે પણ હાલ તો ખોખાં ને ખોખાં મળતાં હોય તો આધુનિક ઋશિવ રને (પહેલાં ઋશિવરને મેન કા ચલિત કરતી) ચલિત આ વાર શું? પાટલીબદલુઓ કાંઇ એમને એમ પાટલી બદલતા નથી જ. એકને એક રાષ્ટ્રપિતા ‘ગાંધી બાપુને’ ઓળખતો હતો અને હવે બીજા નવા ‘રાષ્ટ્રપિતા’નો જન્મ થયો પણ બહુ બહુ મોડો મોડો… ચાલો જે થયું એ સારું! છેલ્લે છેલ્લે એ પણ જાણવા મળ્યું કે RSSની અસલી તસવીર શું છે? મેટ્રો ટ્રેન અને ‘વંદેમાતરમ્’ કોને માટે છે એ સામાન્ય આમ આદમી માટે તો નથી જ? હું વ્યકિતગત રીતે મારું જ ઉદાહરણ આપું તો ચીખલીથી મુંબઇ આવાગમન ફકત રૂા. ૨૫૦ માં પતી ગયું. તો હું શું કામ એક હજાર રૂપિયાનો ખર્ચ કરું? લોકોએ વિચારવાનું છે. પરંતુ ખરો ‘પીપલ પાવર’ તો યુક્રેનના લોકોમાં જોવા મળ્યો. હું ખાતો નથી ને ખાવા દેતો નથી પરંતુ મારી નિગાહમાં કરોડોના પ્રોજેકટ કાર્યરત કરી રહ્યો છું. તો જેની પાસે જેટલી ‘તાકાત’ હોય એટલું ખાઓ ફરી પાછો આવો મોકો મળવાનો નથી જ? ‘વિકાસ’ – ‘હિન્દુત્વનો કે અન્યનો એ સમજાતું નથી. હિમાલયને બ્લાસ્ટીંગ કરી કરીને તોડો એટલે ‘મોત ધામ’ યાત્રાનો વિકાસ થઇ રહ્યો છે. ચીપકો આંદોલનને ભૂલી જાઓ હવે ‘વૃક્ષો ઊખાડો’ નું આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. સમજનેવાલો કો ઇશારા હી કાફી હૈ?
ચીખલી – કિરીટ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હિન્દુ ધર્મની વિવિધતા
સનાતન ધર્મે અનેક સદીઓથી પોતાનું અસ્તિત્વ બચાવેલું છે. કેમ કે આમ કરો-આવું ના કરો જેવા દિશાનિર્દેશ આપતો નથી પણ અત્યંત મેઘાવી દાર્શનિક દૃષ્ટિકોણ આપણી સામે રજૂ કરે છે. જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. વળી હિન્દુ ધર્મમાં કોઈ એક ઈશ્વર નથી. કોઈ એક ગ્રંથ નથી. પૂજા-પ્રાર્થનાની કોઈ ચૌક્કસ રીત નથી. કોઈ એક ધર્મગુરુ પણ નથી. એમાં એક નહીં પરંતુ ઓછામાં ઓછી છ દર્શન-પરંપરાઓ સમાયેલી છે. તેનાથી વિરુધ્ધના વિચારો સાથે પણ તેને કોઈ વાંધો નથી. ભૌતિકવાદી ચાર્વાક વેદોનો અસ્વીકાર કરે છે. તેમ છતાં તેમને પણ હિન્દુ ધર્મનો ભાગ જ છે. આપણે એકમાં અનેક અને અનેકમાં એકને જોઈ શકીએ છીએ. વૃક્ષની, પર્વતની, નદીની અને તેનાથી તેમની આસ્થા ખંડિત થતી નથી. ભક્તિપરંપરામાં તો ઈશ્વરનો જેવા અનુરાગ વ્યક્ત કરાયો છે. તે અન્યત્ર દુર્લભ છે. આટલા મહાન ધર્મને સરળ બનાવી દેવો અપરાધ છે. જો હિન્દુ લોકો તમામ ધર્મોનું સન્માન કરે છે. તો તેનું કારણ પણ એ જ છે કે તેમનો પોતાનો ધર્મવિવિધતા અને સહનશીલતા પર આધારિત છે. આજ સુધી કોઈની પણ હિન્દુ ધર્મનો વિરોધ હોવાનો કે ઈશ-નિંદક હોવાથી હત્યા કરાઈ નથી.
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.