પેરિસ : એક સુંદર મહિલા ટેનિસ સ્ટાર ગર્બાઇન મુગુરૂઝાની (Garbine Muguruza) ફિલ્મની સ્ટોરી જેવી પ્રેમ કથા (Love Story) આજકાલ ચર્ચામાં છે. 2021માં ન્યૂયોર્ક સિટીમાં એક ટૂર્નામેન્ટમાં રમવા ગયેલી મુગુરૂઝા શેરીમાં ચાલવા નીકળી અને ત્યાં આર્થર બોર્ગેસ નામક એક ચાહકે તેને સેલ્ફી માટે વિનંતી કર્યા પછી એ ફેન સાથે જ મુગુરૂઝાને પ્રેમ થઇ ગયો અને તેની સાથે હવે તેણે સગાઇ (Engagement) કરી લીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘માત્ર હેલો બોલીને તુંએ મને મેળવી લીધી’.
- મહિલા સુંદર ટેનિસ સ્ટાર ગર્બાઇન મુગુરૂઝાની ફિલ્મની સ્ટોરી જેવી પ્રેમ કથા
- ગર્બાઇન મુગુરૂઝે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘માત્ર હેલો બોલીને તુંએ મને મેળવી લીધી
સ્પેનિશ ટેનિસ સ્ટારે આર્થર સાથેની પોતાની પહેલી મુલાકાત અંગે કહ્યું હતું કે 2021માં હું ન્યૂયોર્ક સિટીમાં હતી અને સેન્ટ્રલ પાર્ક નજીકની હોટલમાં હું બોર થઇ ગઇ હતી, તેથી મેં થોડું બહાર ટહેલવા જવાનું નક્કી કર્યું. હું બહાર ગઇ ત્યારે અચાનક કોઇકે મને કહ્યું કે ‘યૂએસ ઓપન માટે શુભેચ્છા’. હું તેને વળતો જવાબ ન આપી શકી અને માત્ર તેને જોતી જ રહી ગઇ અને મને લાગ્યું કે હાય, આ કેટલો હેન્ડસમ છે અને મને પહેલી નજરે જ તેની સાથે પ્રેમ થઇ ગયો. તેણે મારી સાથે એક સેલ્ફી લીધી. તે પછી બંનેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો અને સેન્ટ્રલ પાર્કમાં ફરતા રહ્યા.
મુગુરૂઝાએ કહ્યું કે મને તેના પ્રત્યે એટલે વધારે આકર્ષણ થયું કે તે ટેનિસ રમતો નહોતો અને મોડલિંગ કરતો હતો. તેણે પ્રપોઝ કર્યું તે યાદ કરીને મુગુરૂઝા બોલી હતી કે એ થોડું અજબ હતું. હું કંઇક વિચારી રહી હતી અને તેણે મને પ્રપોઝ કરી દીધું. તો મારી આંખમાં અશ્રુ આવી ગયા. મને સમજાતું નહોતું કે હું શું પ્રતિક્રિયા આપું અને આંખમાં અશ્રુઓ સાથે જ મેં તેને હા કહી દીધું. એ ઘણું રોમાન્ટીક રહ્યું હતું.