National

CM યોગીના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ

યુપી: યુપીના (UP) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના (CM Yogi Aditynath) હેલિકોપ્ટરનું (Helicopter) વારાણસીમાં અચાનક ઇમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવામાં આવયું છે. વારાણસીના પ્રવાસે પહોંચેલા સીએમ યોગી રવિવારે સવારે 9.05 કલાકે સર્કિટ હાઉસથી પોલીસ લાઇન પહોંચ્યા અને હેલિકોપ્ટરથી લખનૌ ગયા પરંતુ પક્ષી અથડાયા બાદ હેલિકોપ્ટરને પોલીસ લાઇનમાં જ લેન્ડ કરવામાં આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે પક્ષી હેલિકોપ્ટરમાં અથડાયું હતું, તેથી હેલિકોપ્ટર સાવચેતી માટે પરત આવી રહ્યું છે. હવે રાજ્યનું વિમાન આવી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાતપુર એરપોર્ટથી લખનઉ જવા રવાના થશે.

જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે વારાણસીથી લખનૌ માટે હેલિકોપ્ટરે ઉડાન ભર્યાના થોડી જ વારમાં તેમનું હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયું હતું. આ પછી હેલિકોપ્ટરમાં હાજર સુરક્ષા અધિકારીઓએ સીએમ યોગીના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયા બાદ દુર્ઘટનાની સંભાવનાને જોતા સુરક્ષાકર્મીઓએ હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાનો આદેશ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ બાદ યોગી આદિત્યનાથ વારાણસીના સર્કિટ હાઉસમાં થોડો સમય રોકાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી હવે સ્ટેટ પ્લેન દ્વારા લખનૌ જવા રવાના થશે. યોગી આદિત્યનાથ લખનૌમાં અનેક કાર્યક્રમોમાં સામેલ થશે.

જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત મુલાકાત પહેલાં શનિવારે સાંજે કાશી પહોંચેલા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અહીંની તૈયારીઓની સમીક્ષા કરી અને રોડમેપ તૈયાર કર્યો હતો. મુખ્યમંત્રીએ કાલભૈરવ અને બાબા વિશ્વનાથના પણ દર્શન કર્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ખાતે વિકાસ કામો અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બેઠકમાં મહાનગરપાલિકા અને પીડબલ્યુડીના અધિકારીઓ મુખ્યમંત્રીના નિશાના પર રહ્યા હતા. પીએમ આવાસ યોજના શહેરી વિસ્તારમાં દલાલો સક્રિય હોવાની ફરિયાદ અને ગેરકાયદેસર નાણાં વસૂલવાની ફરિયાદથી નારાજ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પટનામાં પ્લેન અથડાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં જ પટનામાં સ્પાઈસ જેટના એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન પક્ષી સાથે અથડાયા બાદ વિમાનમાં આગ લાગી હતી. આ પછી દિલ્હી જઈ રહેલા આ પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. બીજી તરફ આગ લાગ્યા બાદ પાયલોટે સંવેદનશીલતા દાખવતા પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Most Popular

To Top