National

રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: મંગળવારના રોજ લગભગ રાત્રિના 9 વાગ્યાની આસપાસ દિલ્હી-NCRમાં (Delhi) 2.5 તીવ્રતાના ભૂકંપના (Earthquake) આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે નવી દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર હતું. મળતી માહિતી મુજબ આ ભૂકંપની ઊંડાઈ પાંચ કિલોમીટર જેટલી જાણવા મળી છે કારણકે ભૂકંપના આંચકા ખૂબ જ હળવા હતા. ભૂકંપના હળવા આંચકાના કારણે જે વિસ્તારમાં ભૂકંપ હતો ત્યાંના ઘણા લોકોને ભૂકંપ અંગે કોઈ સંકેત મળ્યો ન હતો. જણાવી દઈએ કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલહાનિની જાણકારી મળી આવી નથી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ભૂકંપ દિલ્હીના એવા વિસ્તારમાં આવ્યો હતો જે ખૂબ જ સંવેદનશિલ છે. જો ભૂકંપની તીવ્રતા વધુ હતે તો કદાચ મોટાપ્રમાણમાં વિનાશ થવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતો પાસેથી જાણકારી મળી આવી છે કે જો આગામી દિવસોમાં રાજધાનીના આ વિસ્તામાં મોટા ભૂકંપના આંચકા આવશે તો વિનાશ થવાની શકયતાઓ ઘણી રહેલી છે. આ વાત સામે આવ્યા પછી લોકોના મનમાં ડર બેસી ગયો છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એક રિપોર્ટમાં કહ્યું હતું કે જો દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર છથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવશે તો મોટા પ્રમાણમાં જાનહાનિ તેમજ માલહાનિ થઈ શકે છે. વઘુમાં તેઓએ કહ્યું છે કે દિલ્હીમાં આવેલી મોટા પ્રમાણની ઇમારતો આવા આંચકા સહન કરી શકશે નહીં તેમજ ગીચ વસ્તીને કારણે જો વઘુ તીવ્રતાનો ભૂકંપ આવશે તો મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ શકે છે. વઘારામાં તેઓએ જણાવ્યું કે રાજધાની અને એનસીઆરમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા સારા સંકેત નથી. તેમજ આ અંગેની જાણ હોવા છતાં અહીં ન તો તેનાથી બચવાના પગલાં લેવાયા છે ન તો ઇમારતોના નિર્માણમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top