SURAT

નશાખોરો રાત્રે અકસ્માત કરે અને પોલીસ દિવસે સામાન્ય વાહનચાલકોને દંડે છે

સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) ઇસ્કોન બ્રિજની (Iscon Bridge) ઘટના રાજ્યમાં ચકચારી મુદ્દો છે, ત્યારે રવિવારની રાત્રે સુરતના કાપોદ્રામાં (Kapodra) રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ (Swift) કારના ચાલકે બીઆરટીએસ (BRTS) રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. જે બાબતે આજે ભાજપના (BJP) ધારાસભ્ય (MLA) કુમાર કાનાણીએ (KumarKanani) મીડીયા સાથે વાત કરતા પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.

  • ભાજપના ધારાસભ્યએ પોલીસની ડ્રાઈવ મુદ્દે સવાલ ઉઠાવ્યા
  • કુમાર કાનાણી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરશે

તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દિવસે ડ્રાઈવ કરી સામાન્ય અને ગરીબ લોકો પાસેથી લાયસન્સ, હેલ્મેટ કે નંબરપ્લેટ આવી બધી વાતો કરીને દંડે છે, જ્યારે નશાખોરો રાત્રિના સમયે અકસ્માતો કરે છે. જેથી પોલીસ રાત્રિના સમયે આવા બેફામ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે અને આવી ઘટનાઓ બાબતે હોમ મીનીસ્ટર અને મુખ્યમંત્રીને પણ હું રજૂઆત કરીશ.

સુરતમાં વારંવાર થતા અકસ્માતની ઘટનાને પગલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, ગઈરાત્રે થયેલા અકસ્માતમાં પોલીસની કાર્યવાહી થઈ ચુકી છે. FIR થઈ છે, અટકાયત થઈ છે, પરંતુ આવી ઘટનાઓ બને એ ખુબ જ ગંભીર બાબત છે. અમદાવાદની જે ઘટના બની, ત્યાર પછી પોલીસે કાર્યવાહી ખુબ જ સઘન બનાવી છે.

આખા ગુજરાતમાં કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે પોલીસ મોટાભાગની કાર્યવાહી દિવસના કરે છે. દિવસ દરમિયાન ડ્રાઈવ ચલાવાઈ રહી છે. 20-25 પોલીસ જવાનો રોડ ઉપર ઉભા રહી લોકોને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ વસુલે છે. પણ આ તમામ ઘટનાઓ મોડીરાત્રે બને છે. દિવસના આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતાઓ નથી, કારણ કે દિવસના તો ટ્રાફિક હોય છે.

Most Popular

To Top