100 ML નારિયેળ પાણીમાં રહેલાં પોષક તત્ત્વો
પોષક તત્ત્વો પ્રમાણ
કેલરી 19 કિ.કેલરી
ચરબી 0.2 gm
સોડિયમ 105 mg
પોટેશિયમ 250 mg
કાર્બોહાઈડ્રેટ 3.7 gm
પ્રોટીન 0.7 gm
વિટામિન C 4%
આયર્ન 1%
કેલ્શિયમ 2%
મેગ્નેશિયમ 6%
નાળિયેર પાણીમાં 94% પાણી અને બહુ ઓછી ફેટ હોય છે. તેમાં મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવાં ઘણાં મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે.
ફાયદા :
તે મેગ્નેશિયમનો સારો સોર્સ છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે અને ટાઇપ 2 ડાયાબિટીસને વધુ સારી રીતે કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે આથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે.
હાઇ પોટેશિયમ કંટેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, સંભવિત રીતે કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
નારિયેળ પાણી સંપૂર્ણ હેલ્થ માટે ફાયદાકારક છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. 100 ગ્રામ નાળિયેર પાણીમાં માત્ર 19 કેલરી હોય છે. તેમાં થોડુંક એમિનો એસિડ અને 4 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં 95% પાણી અને 1 ગ્રામથી ઓછી ફેટ- ચરબી હોય છે. ફેટ ફ્રી નારિયેળ પાણીનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને વજન ઓછું થાય છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી સ્થૂળતા કન્ટ્રોલમાં રહે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે. નારિયેળ પાણીનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
કિડનીની પથરીથી બચવા માટે નારિયેળ પાણીનું સેવન ખૂબ જ ઉપયોગી છે. નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને કિડનીની તંદુરસ્તી સુધારે છે. એક કપ નાળિયેર પાણીમાં 250 mg પોટેશિયમ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખે છે અને કિડનીની પથરીની સારવાર કરે છે.
એન્ટીઑકિસડન્ટ, લૌરિક એસિડ, B વિટામિન અને મેગ્નેશિયમથી ભરપૂર નાળિયેર પાણી વાળને પોષણ આપે છે. તેનું સેવન કરવાથી સ્કેલ્પ હાઇડ્રેટ રહે છે અને ડેન્ડ્રફથી રાહત મળે છે.
નારિયેળ પાણી ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પાડે છે જે શરીરના હલનચલન અને મગજની કામગીરી માટે અત્યંત આવશ્યક હોય છે.
ગરમીમાં ખૂબ પરસેવો વળતો હોય ત્યારે, વર્ક-આઉટ કર્યા પછી, વોકિંગ પછી નારિયેળ પાણી પીવું અત્યંત ગુણકારી છે.
પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળ પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
આમ છતાં કેટલાંક લોકો માટે નારિયેળ પાણી નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
કોણે નારિયેળ પાણી પીવું ન જોઈએ?
ઠંડી લાગી શકે છે
ઘણાં લોકોને જલ્દી ઠંડી ચડી જાય છે. જો તમને ઠંડી વસ્તુ ખાવાથી શરદીખાંસી થઈ જતાં હોય તો તમારે નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ. નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે, જેના કારણે તમને ઠંડી પણ લાગી શકે છે.
બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે
હાઈ બ્લડ પ્રેશરની દવા લેતી વ્યક્તિઓએ નારિયેળ પાણીનું વધુ સેવન ન કરવું જોઈએ. નારિયેળ પાણીમાં બ્લડ પ્રેશર ઓછું કરવાના ગુણ રહેલા છે. જેના કારણે તમને બ્લડ પ્રેશર લો થવાની સમસ્યા થઈ શકે છે.
કિડનીના દર્દીઓને નુકસાન થઈ શકે
પોટેશિયમનું ઊંચું પ્રમાણ ધરાવતું હોઈ નારિયેળ પાણી કિડનીના દર્દીઓ માટે નુક્સાનકારક સાબિત થઈ શકે.
ગેસ કરી શકે
જેને ધીમા પાચનની સમસ્યા છે તેઓને નારિયેળ પાણીથી ગેસ થઈ શકે.