સંતરામપુર : રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર એક આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુજીની પસંદગી થવાથી દેશભરમાં ઉત્સવનો માહોલ છે. ગુજરાતમાં જીતની ઉજવણી કરતા મહિસાગર જિલ્લાની સંતરામપુર ટાઉન હોલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીડોરની ઉપસ્થિતિમાં વિજય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીડોર જણાવ્યુ હતુ કે, દ્રૌપદી મૂર્મુજી ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનતા આજની તારીખ એ આપણા દેશ માટેની ઐતિહાસિક ક્ષણ છે.
દ્રૌપદી મૂર્મુજીએ આપણા દેશનુ ગૌરવ છે. દરેક કચેરી, શાળા-કોલેજોમાં દ્રૌપદી મૂર્મુજીની ફોટો મુકવો જોઈએ. દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બનતા પુરા દેશમાં ખુશીનો માહોલ છે. આદિવાસી પરંપરાથી સુશોભિત આ કાર્યક્રમ થકી દ્રૌપદી મૂર્મુજીને અભિનંદન પાઠવ્યા હતા. ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે ઉત્સવ રેલી કાઢવામાં આવી હતી. જે રેલી ટાઉન હોલથી નીકળીને મેઈન બજારમાં થઈને પ્રતાપપુરા પહોંચી હતી. આ કાર્યક્રમમાં બાળુભાઈ શુક્લ, દશરથસિંહ, સંતરામપુર મામલતદાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામા કાયઁકરોને સંગઠનનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંત્રી કુબેરભાઈ ડીડાેર પરંપરાગત આદીવાસી પહેરવેશમાં જાેવા મળ્યા હતા. જે હાજર સાૈ મહેમાનાેનાે ચર્ચાનાે વિષય બન્યાે હતાે.