SURAT

હજીરાના દામકા પાટિયાના આ રોડ પર જીવના જોખમે લોકોને રસ્તો ઓળંગવાની નોબત

સુરત: સુરતના (Surat) હજીરા (Hazira) વિસ્તારમાં આવેલા દામકા (Damka), ભટલાઈ (Bhatlai), વાંસવા (Vansava) ગામના લોકોને રસ્તા (Road) પર ડિવાઈડર (Divider) મુકવાના લીધે પડતી મુશ્કેલી અંગે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) સમિતિના મહામંત્રી દર્શન નાયકે (Darshan Naik) સુરત જિલ્લા કલેક્ટરને (Surat District Collector) ફરિયાદ કરી છે. દર્શન નાયકે આ રસ્તા પર ડિવાઈડર નીચેથી લોકોએ જોખમી રીતે રસ્તો ઓળંગવો પડતો હોવાની કેફિયત રજૂ કરવા સાથે આ ડિવાઈડર તાકીદે દૂર કરવા માંગ કરી છે.

  • દામકા તરફના રસ્તા પરના વળાંક પર મુકેલા ડિવાઈડર દૂર કરવા રજૂઆત
  • કોંગ્રેસના દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખ્યો
  • ગ્રામજનોની સમસ્યાનું કાયમી ધોરણે ઉકેલ લાવવા માંગણી

સુરત જિલ્લાના દામકા પાટિયાથી દામકા-ભટલાઈ ખાતે અવર-જવર કરવા માટે ઉપયોગમાં લેવાતો ભસ્તા રોડ દામકા,વાંસવા અને તેના ખાડીને પેલે પારના ગામડાઓ તથા સુરત કે પૂર્વ દિશા તરફથી વાહનોમાં મુસાફરી કરવા માટે એક માત્ર વિકલ્પ હતો, જેનો વપરાશ છેલ્લા કેટલાક વર્ષો થી બંધ કરવામાં આવેલ છે. જેને કારણે છૂટક મજુરી કે કામધંધા માટે જનારા શ્રમિકો માટે બીજો કોઈ વિકલ્પ નહી હોવાથી સરકારી વાહનો કે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરીને દામકા પાટિયા પાસે ઉતરી ને રસ્તાની વચ્ચે બનાવેલ ડીવાઈડરની નીચેથી વાંકા વળીને સ્ત્રી કે પુરુષો રસ્તો ઓળંગતા જોવા મળે છે, જે હંમેશા અકસ્માત થવાના ભયના કારણે જોખમી સાબિત થાય છે.

કારણકે હજીરા વિસ્તારથી સુરત કે પૂર્વ દિશા તરફ જનાર દરેક મોટા અને ભારેખમ વાહનો થી સાવચેત રહેવું પડે છે, નહિ તો જાન ગુમાવવાનો વખત આવી શકે છે. કામ પર જનાર દરેક વર્ગના લોકો ને ફરજિયાતપણે મોરા ચાર સુધી ચક્કર લગાવવા જવુ પડે છે જેમાં સમય અને શક્તિ બંને વેડફાઈ છે અને વાહન ધારણ કરનાર દરેકને પેટ્રોલ/ડીઝલ નો વ્યર્થ વપરાશ કરવો પડે છે. જેને ટાળી શકાય તેમ છે. જો દામકા પાટિયા પાસે દામકા તરફના વિસ્તાર માં જવા માટે વળાંક પર રસ્તા ની વચ્ચે જે ડીવાઈડર થી બંધ કરેલ છે તેને ખુલ્લો મૂકીને લોકોની સમસ્યા નો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે. આ કામને પ્રાથમિકતા આપી ગ્રામજનોની આ સમસ્યા નુ કાયમી ધોરણે ઉકેલ લાવશો.

Most Popular

To Top