Madhya Gujarat

ડાકોરમાં ઉભરાતા ગટરના ગંદા પાણી ઃ પ્રજામાં રોગચાળાનો ભય

નડિયાદ: ડાકોરમાં મુખ્ય બજારમાં આવેલી મહાપ્રભુની બેઠક પાસે ગટરના ગંદુ પાણી ઉભરાઈ રહ્યુ છે. તેમજ બહારગામથી આવતાં વૈષ્ણવો તેમજ સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દેહશત વ્યાપી રહી છે. મહાપ્રભુની બેઠક પાસે આવેલા હોળીવાળા મહારાજના ગેટ પાસે દરરોજ ગટરના પાણી બહાર નીકળતુ હોવા છતાં પણ ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ ગટર સાફ ન કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેમજ નગરપાલિકા દ્વારાઆ ગટરના ગંદા પાણીનીકળવા બંધ કરાવવા માટે કોઈપણ જાતના નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ડાકોર નગરપાલિકામાં આવેલા ડુંગરા ભાગોળ વિસ્તારમાં નજીકના સ્થળોએ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ત્યાંના સ્થાનિકોએ પણ વારંવાર ડાકોર નગરપાલિકાના ગટર વિભાગના જવાબદાર કર્મીઓનું ધ્યાન દોર્યુ છે. તેમ છતાં પણ ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ આ ગટર ઉભરાતી બંધ કરવામાં તો રસ નથી, પણ ડાકોર ગામમાં રોગચાળો ફાટી નીકળે તેની રાહ ડાકોર નગરપાલિકાના સત્તાધીશોરાહ જોઈને બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે.

ડાકોર ગામમાં આવેલા ભગતજીન વિસ્તાર, દરજીની વાડી વિસ્તાર, બાર ઓરડા વિસ્તાર, સિપાઈવાડો, ડુંગરા ભાગોળ વિસ્તાર સુરતવાળી ધર્મશાળા સહિતના વિસ્તારોમાં 24 કલાક ગટરના ગંદા પાણી રોડ ઉપર પથરાયેલા રહે છે, તે પાણીથી મચ્છરો તેમજ જીવજંતુઓનો વધારો પણ થઈ ગયો છે. તેમ છતાં ડાકોર નગરપાલિકા આ ગટરના ગંદા પાણી બંધ કરવામાં નિષ્ફળ જતી હોવાનું જણાઈ રહ્યુ છે.

Most Popular

To Top