Gujarat Main

વડોદરા ગેંગરેપ કેસ: પીડિતા સાથે છેલ્લી વાત કરનાર ઇમરાનને પોલીસે પકડી પાડ્યો

વડોદરા : વડોદરાના ચકચારી ગેંગરેપ કેસમાં પોલીસ પોલીસે ઇમરાનની અટકાયત કરી હોવાની વિગતો જાણવા મળી છે પીડિત યુવતીએ આપઘાત કરતા પહેલાં ઈમરાન સાથે છેલ્લી વાત કરી હતી. 36 સેકન્ડ ની એ વાતચીતમાં બાદ યુવતીએ આપઘાત કર્યો હતો ત્યારે પોલીસે ઇમરાનની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે  અને ઇમરાન તથા યુવતી સાથે શું સંબંધ હતા તેની પણ માહિતી મેળવવા ઝીણવપૂર્વક તપાસ શરૂ કરી છે.

વડોદરા વેક્સિન ઇન્સ્ટિટયૂટના મેદાન પર યુવતી સાથે થયેલા ગેંગરેપ બાદ યુવતીએ  આપઘાત કરી કર્યાના બનાવે આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે 23 દિવસથી પોલીસ ગેંગરેપની ઘટનાના મૂળ સુધી પહોંચવા હવામાં બાચકા ભરી રહી  હતી જોકે ગઈકાલે પોલીસને પીડિતાની ગુમ સાયકલ મળી આવી હતી પરંતુ સાયકલ પણ પોલીસને મજબૂત સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય તેમ લાગતું નથી આ દરમિયાન પોલીસે તપાસનો દોર કર્ણાટક સુધી લંબાવતા આપઘત  કરતા પહેલા પીડિતા સાથે 36 સેકન્ડ સુધી વાતચીત કરનાર ઇમરાન નામના શખ્સની આજે અટકાયત કરવામાં આવી હતી સાથે  એસઆઇટીની ટીમે ઇમરાનની સઘન પૂછપરછ હાથ ધરી છે ઇમરાન તપાસમાં પોલીસ  મોટો ખુલાસો કરી શકે છે.

ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં રહેતો હતો ઇમરાન કર્ણાટકમાં જમાતમાં ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ઇમરાન અને પીડિતા વચ્ચે શું સંબંધ હતા યુવતીએ ઇમરાનને આપઘાત કરતા પહેલાં કેમ ફોન કર્યો હતો ઇમરાન અને તે ઓએસિસ સંસ્થા સાથે કોઈ સંબંધ છે કે કેમ આવા અનેક સવાલો ના જવાબ  પૂછપરછ બાદ સામે આવી શકે છે આ ઉપરાંત ઇમરાન અને પીડિતા વચ્ચે 36 સેકન્ડ શું વાતચીત થઈ અને  અગાઉ પણ ઈમરાને પીડિતા સાથે કોઈ વાતચીત કરી હતી કે કેમ તે મુદ્દે મામલે પણ ટીમ ઘનિષ્ઠ પૂછપરછ કરી રહી છે.

પોલીસ કાર્યવાહીના ડરથી ઓએસિસ સંસ્થાએ બાળકો-કાર્યકરોને આગળ કર્યા

યુવતી પર થયેલ ગેંગરેપ બાદ ઓએસીસ સંસ્થા દ્વારા પોલીસને જાણ ન કરતા સંસ્થાના આગેવાનો શંકાના દાયરામાં આવ્યા હતા. સંસ્થા સામે અનેક આક્ષેપો પણ થયા હતા. પીડિતાના માતા-પિતાએ પણ સંસ્થાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનરે આક્ષેપો અંગે તપાસ કરવા માટે ખાસ ટીમની રચના કરી હતી અને સંસ્થાના ભૂતકાળને ચકાસવા ટીમે કામગીરી શરૂ કરી હતી. દરમિયાન પોલીસ કાર્યવાહીના ડરે સંસ્થાએ પોતાના કાર્યકરો અને સંસ્થાના બાળકોને આગળ કર્યા હોવાનું પણ મનાય છે સંસ્થાના કાર્યકરો અને બાળકો  વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી પોલીસ ભવન ખાતે  બાળકો સાથે તેમના માતા-પિતા પણ જોડાયા હતા અને સંસ્થાની કામગીરી ખૂબ જ સારી હોવાનું જણાવી સંસ્થાનું સમર્થન કર્યું હતું જોકે દુષ્કર્મ કેસ મામલે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગેંગરેપ બાદ વિવાદે ચઢેલ સંસ્થાના રજીસ્ટ્રેશન રદ કરવા મામલે પણ પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઇ સંસ્થાના આગેવાનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને સંસ્થાના કાર્યકરો બાળકો અને  વાલીઓને આગળ કરી સંસ્થાને બચાવવા માટે પ્રયાસો કર્યા હોવાની પણ ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે પોલીસ વિભાગ ઓએસિસ સામે કયા પ્રકારની કામગીરી કરે છે તે પણ જોવાનું રહે છે

પીડિતાની સાઈકલ પોલીસને દુષ્કર્મીઓ સુધી  પહોંચાડશે

રાજયભરમાં ચકચાર જગાવનાર દુષ્કર્મ કેસમાં સાઇકલ મળી આવી છે વેક્સિન મેદાન નજીક એક બંધ મકાનમાં સંતાડેલી સાઇકલ મળી આવ્યા બાદ  પોલીસ તપાસને વેગ મળ્યો છે પીડિતાની સાયકલ દુષ્કર્મ કેસની મહત્વ પુર્ણ  કડી સાબિત થઈ શકે છે અને પીડિતાની સાયકલ  નરાધમો સુધી પોલીસને  પહોંચાડવામાં મદદરૂપ થશે તેમ પણ મનાય છે.

સાઈકલનાે એક ટાયર  ભંગારમાં વેચી માર્યું

છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલાં મકાનમાંથી મળી આવેલી સાઇકલના બંને ટાયર ગુમ  હતા  જેની તપાસમાં  સાયકલના ટાયરો કાઢી લેવામાં આવ્યા હતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા સાયકલના ટાયર કાઢી એક ટાયર ભંગારમાં પણ વેચી મારી હોવાનું સામે આવે છે જ્યારે એક.ટાયર સિક્યુરિટી ગાર્ડના ઘરમાંથી જ મળી આવ્યું હતું  પોલીસ આ મામલે પણ વધુ માહિતી મેળવી રહી છે.

વલસાડ રેલવે યાર્ડમાંથી પીડિતાનો મોબાઇલ મળ્યો

પોલીસની અનેક ટીમો દુષ્કર્મ કરનારાઓને પકડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે  દરમિયાન વલસાડ રેલવે યાર્ડમાંથી રેલવે પોલીસને યુવતીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો રેલવે પોલીસ છેલ્લા ઘણા દિવસથી પીડિતાના મોબાઈલને શોધી રહી હતી છેલ્લે રેલવે પોલીસને વલસાડ રેલવે યાર્ડ માથી મોબાઇલ મળ્યો છે  જે મોબાઇલને વધુ તપાસ માટે  એફએસએલમાં મોકલી આપ્યો છે યુવતીના મોબાઈલની ડીટેલસ થી કેસની મહત્વપૂર્ણ બાબતો બહાર આવી શકે તેમ મનાય છે અલબત્ત મોબાઈલ મળતા હવે  પોલીસ તપાસને પણ વેગ મળશે અને દુષ્કર્મ કાંડના આરોપીઓને ઝડપી પાડવામાં પણ પોલીસને મદદ થશે

ઈમરાન સાથેની ૩૬ મિનિટની છેલ્લી વાતચીતમાં આપધાતનું કનેક્શન છે..!?

યુવતીએ ઈમરાન સાથે 36 મિનિટ વાતચીત કરી હતી પીડિતાએ ઈમરાન સાથે વાત કર્યા બાદ ગુજરાત કવિનમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ત્યારે આપઘાત પહેલા યુવતી ઈમરાન સાથે શું વાત કરી હતી અને 36 મિનિટ ની એ વાતચીત અને યુવતીના આપઘાત વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તેની પણ પોલીસને તપાસ કરી રહી છે.

મોબાઈલ ફોનના ડેટાથી દુષ્કર્મ કેસની કડી મળશે..!!

વડોદરા શહેરની ઓએસિસ સંસ્થા સાથે  સંકળાયેલ યુવતી પર દુષ્કર્મ બાદ કરવામાં આવેલ આપઘાત પ્રકરણમાં પોલીસને હજુ સુધી કોઇ મજબૂત કડી મળી નથી પોલીસ માત્ર  સાયકલ શોધી શકી છે પરંતુ દુષ્કર્મ  કરનાર  સુધી પહોંચી શકી નથી ત્યારે પોલીસ ટેકનિકલ રીતે પણ દુષ્કર્મ કરનાર નરાધમ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે પોલીસે પીડિતાના ઘર પાસેના મોબાઇલ ટાવરથી શંકાસ્પદ કેટલાક નંબર વેરિફાઈ કર્યા છે જેની વેરિફિકેશનની કામગીરી પણ ચાલુ છે અને પોલીસ  અનેક લોકોની પૂછપરછ કરી રહી છે.

સિક્યુરિટી ગાર્ડના કપડા કબજે કરી FSLમાં મોકલાયા

વડોદરામાં ચકચાર જગાવનાર દુષ્કર્મ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે સિક્યુરિટી ગાર્ડના ઘરેથી સાયકલનું ટાયર અને નજીકના બંધ મકાનમાંથી સાયકલ કબજે કરી હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવા તથા ઓએસિસ સંસ્થા જે ફ્લેટમાં છે તે ફ્લેટમાં  સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસે બંન્ને સીક્યુરીટી ગાર્ડના કપડાં પણ કબજે કરી વધુ તપાસ માટે એફ.એસ.એલ.ને મોકલી આપ્યા હતા.

Most Popular

To Top