Gujarat

ગેરરીતિ પકડાવા છતાં રેશનિંગના 1944 દુકાનદારો સામે પગલાં ભરાયા નથી

GANDHINAGAR : રાજ્યમાં સસ્તા અનાજની ૨૮,૩૪૧ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, તે પૈકી ૮,૮૧૪ દુકાનોમાં ગેરરીતિ જોવા મળી હતી. ગેરરીતિ જોવા મળેલી દુકાનો પૈકી ૬,૮૭૦ દુકાનદારો સામે પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે ૧,૯૪૪ દુકાનદારો સામે કોઈ પગલાં જ લેવામાં આવ્યા નથી, તેવું વિધાનસભામાં પ્રશ્ના લેખિત જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને જણાવ્યું હતું. આવા દુકાનદારો પાસેથી ૫ લાખ ૯૬ હજાર ૭૮૧ કિ.ગ્રા. અનાજનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો હતો.

ગરીબોને અન્નનો અધિકાર આપવામાં આવ્યો છે, તે દુકાનદારો અને માફીયાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિના કારણે અન્નના અધિકારથી વંચિત રહેવાનો વારો આવે છે. રાજ્યમાં બે વર્ષમાં ૧૩,૪૪૧ બીપીએલ કાર્ડ ( BPL CARD) ને એપીએલ કાર્ડ ( APL CARD) માં તબદીલ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧,૩૧૩ બીપીએલ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને જણાવ્યું હતું.


બીપીએલ માટેનો સર્વે રાજ્ય સરકાર ૧૦ વર્ષથી કરતી નથી, જેના કારણે રાજ્યમાં સાચા ગરીબોની હકીકત સામે આવી શકતી નથી, અને ગરીબો તેના હક્કથી વંચિત રહી જાય છે. બીપીએલ કાર્ડને એપીએલ કાર્ડમાં તબદીલ કરવા અને બીપીએલ રેશનકાર્ડને રદ કરવાના કારણે ગરીબોને રાશન મળવાનું બંધ થયું છે.હાર્બર જેટી બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી ૨૦૧૨માં મળી છે, આ જેટી બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી તેને ૯ વર્ષનો સમય જતો રહ્યો હોવા છતાં જેટી બનાવવા માટે જરૂરી ઈજનેરી, ભૂમિગત તેમજ પર્યાવરણનું લગતા અભ્યાસક્રમો, જરૂરી જમીન મેળવવાની અને વહીવટી મૂજૂરીની પ્રક્રિયા ચાલુ છે. રાજ્ય સરકાર વિકાસના દાવાઓ કરે છે પરંતુ જેટી બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ ૯ વર્ષ કરતાં વધુ સમય વિત્યો હોવા છતાં વહીવટી મંજૂરી આપી શકી નથી.

સરકાર ભલે તેટલા દાવા કરતી હોય પરંતુ રાજ્માં ગરીબોને કાંઈ સસ્તું મળતું નથી, ખેડૂતોને તેમની જણસોના પોષણક્ષમ ભાવ મળતા નથી. ઉત્પાદકને પોષણક્ષમ ભાવ મળે અને ઉપભોક્તાને સસ્તું મળે તેનો સેતુ સરકારે બનવાનું હોય, તેવું વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન અનાજના જથ્થાના વિતરણ અંગેના પ્રશ્નની ચર્ચા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.


ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકાર ગરીબોના અનાજમાં પણ નફાખોરીનો ધંધો કરે છે. કોરોનાની મહામારીમાં મફત/રાહતદરે અનાજ-દાળ આપવાની જાહેરાત ભાજપ સરકાર કરે છે પરંતુ આ અનાજ-દાળની ખરીદી નીચા ભાવે કરીને ડબલ ભાવે વેચાણ કરે છે. પુરવઠા મંત્રીએ રૂ. ૯૧ પ્રતિ કિલોના ભાવે તુવેરદાળની ખરીદી કરી ગરીબોને રૂ. ૬૧ના ભાવે વેચાણ કરી રૂ. ૩૦ની સબસીડી સરકારે ભોગવી હોવાનો દાવો કર્યો છે પરંતુ હકીકતમાં નાગરિક પુરવઠા નિગમના પરિપત્રમાં જ તુવેરદાળની ખરીદી આનુષંગિક ખર્ચ સાથે રૂ. ૩૯માં કરી રૂ. ૭૮ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલુ છે. આ પરિપત્રથી સરકારની ખરીદી અને વેચાણમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય છે, કારણ કે સરકાર નીચા ભાવે ખરીદી કરી ખેડૂતોને ઓછા ભાવ આપે છે અને ઉપભોક્તાઓને ઉંચા ભાવે વેચાણ કરીને નફો રળે છે અને સબસીડી આપવાના ખોટા દાવા કરે છે. તુવેરદાળની ખરીદીના ભાવમાં જે તફાવત છે તેનાથી દાળમાં કાળુ નહીં પરંતુ આખી દાળ જ કાળી હોવાનું પુરવાર થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top