નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણના 2 કલાકની અંદર જ વડાપ્રધાન મોદીએ નવી ટીમને વિભાગોની જવાબદારી સોંપવાની શરૂઆત કરી દીધી હતી. મંત્રીમંડળમાં (Cabinet) મોટા ફેરફારના બીજા જ દિવસથી એટલે કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓ સાથે કામ શરૂ કરી દીધુ છે. ગૃહમંત્રી અમિત શાહને સૌથી નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, એટલે કે સહકારિતા મંત્રાલય આપવામાં આવ્યું છે. હાર્વર્ડમાં શિક્ષણ મેળવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉડ્ડયન મંત્રાલય તેમ જ IITથી પોસ્ટ ગ્રેજ્યુએટ અશ્વિની વૈષ્ણવને રેલવે અને માહિતી પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. હાલના કોરોનાના મહત્વપૂર્ણ સમયમાં મનસુખ માંડવિયાને પીએમ મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સોંપ્યુ છે. ઉપરાંત તેઓને રસાયણ અને ખાતર મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે. કોવિડ-19ની લડતમાં તેઓ એક મહત્વપૂર્ણ સમયે આ મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.
બુધવારે મોદીએ પોતાના નવા મંત્રીઓને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. બીજી વાત તેમણે કહી કે અગાઉની સરકારો યોજનાઓની ઘોષણા કરતી, પાયાના પથ્થરો પણ નાખવામાં આવતા, પરંતુ કામ દાયકાઓથી પૂર્ણ થયું ન હતું. તેમની સરકારની દરેક યોજનાની સાથે, તેને પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ નિશ્ચિત છે અને તે મુજબ જ કામ થવું જોઈએ. પીએમઓ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પ્રધાન બનવાની ઉજવણીમાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થવું જોઈએ. પીએમ મોદીએ નવા મંત્રીઓને નિખાલસ રીતે કહ્યું છે કે તેઓ હદથી વધારે મીડિયા સાથે સંપર્કમાં ન રહેવા જોઈએ. પ્રધાનમંત્રીએ સૂચના આપી કે જો જરૂર હોય તો જ મીડિયા સાથે વાત કરો, મીડિયાને બેજવાબદારી પૂર્વકના નિવેદનો આપશો નહીં.
કેબિનેટ કક્ષાના મંત્રીઓ
નામ | મંત્રાલય | |
1 | નરેન્દ્ર મોદી, વડાપ્રધાન | મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, પોલિસી ઈસ્યુ, |
2 | રાજનાથ સિંહ | સંરક્ષણ મંત્રાલય |
3 | અમિત શાહ | ગૃહ મંત્રાલય, સહકારિતા મંત્રાલય |
4 | નીતિન ગડકરી | માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય |
5 | નિર્મલા સીતારમણ | નાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતો |
6 | નરેન્દ્ર સિંહ તોમર | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય |
7 | એસ. જયશંકર | વિદેશ મંત્રાલય |
8 | અર્જુન મુંડા | આદિવાસી બાબતો |
9 | સ્મૃતિ ઈરાની | મહિલા અને બાળવિકાસ |
10 | પીયૂષ ગોયલ | કોમર્સ અને ઉદ્યોગ, ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ |
11 | ધર્મેન્દ્ર પ્રધાન | શિક્ષણ, કૌશલ વિકાસ, ઉદ્યોગ સાહસિકતા |
12 | પ્રહલાદ જોશી | સંસદીય બાબતો, કોલસા અને ખાણ |
13 | નારાયણ રાણે | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો |
14 | સર્વાનંદ સોનોવાલ | બંદરો, જહાજો અને જળમાર્ગ, આયુષ |
15 | મુખ્તાર અબ્બાસ નકવી | લઘુમતી બાબતો |
16 | વિરેન્દ્ર કુમાર | સામાજિક ન્યાય અને સશક્તિકરણ |
17 | ગિરિરાજ સિંહ | ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ |
18 | જ્યોતિરાદિત્ય સિંધિયા | નાગરિક ઉડ્ડયન |
19 | રામચંદ્ર પ્રસાદ સિંહ | સ્ટીલ મંત્રાલય |
20 | અશ્વિની વૈષ્ણવ | રેલવે, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી |
21 | પશુપતિ કુમાર પારસ | ખાદ્ય પ્રક્રિયા બાબતો |
22 | ગજેન્દ્ર સિંહ શેખાવત | જળશક્તિ |
23 | કિરણ રિજિજુ | કાયદા અને ન્યાય |
24 | રાજકુમાર સિંહ | વીજ, પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય |
25 | હરદીપ સિંહ પુરી | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, આવાસ અને શહેરી બાબતો |
26 | મનસુખ માંડવિયા | સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર |
27 | ભૂપેન્દ્ર યાદવ | પર્યાવરણ, જંગલ, આબોહવા, શ્રમ અને રોજગાર |
28 | મહેન્દ્રનાથ પાંડે | ભારે ઉદ્યોગ |
29 | પુરુષોત્તમ રૂપાલા | મત્સ્યપાલન, પશુપાલન, ડેરી |
30 | જી. કિશન રેડ્ડી | સાંસ્કૃતિક, પર્યટન, ઉત્તરપૂર્વ વિકાસ બાબતો |
31 | અનુરાગ ઠાકુર | માહિતી અને પ્રસારણ, યુવા અને રમત-ગમત |
કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર બાદ આજે અનેક નવા નિમાયેલા મંત્રીઓએ પોત પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં નવા આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, નવા રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, નવા સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, તથા કાયદા મંત્રી કિરણ રિજિજૂ સામેલ છે. બીજી તરફ ઈન્દ્રજિત સિંહ રાવને આંકડાકીય અને કાર્યક્રમો અમલીકરણ, આયોજન, કોર્પોરેટનો અને ડો.જિતેન્દ્ર સિંહને વિજ્ઞાન અને ટેકનોલોજી,અર્થ સાયન્સ, PMO, પર્સનલ, જાહેર ફરિયાદ, પરમાણુ ઊર્જા, અવકાશનો રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાના મંત્રીઓ
નામ | મંત્રાલય | |
1 | શ્રીપદ નાયક | બંદર, જહાજ અને જળમાર્ગ, પર્યટન |
2 | ફગ્ગન સિંહ કુલસ્તે | સ્ટીલ, ગ્રામીણ વિકાસ |
3 | પ્રહલાદ સિંહ પટેલ | જળ શક્તિ, ફૂ઼ડ પ્રોસેસિંગ |
4 | અશ્વિની કુમાર | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર, પર્યાવરણ, જંગલ અને આબોહવા પરિવર્તન બાબતો |
5 | અર્જુન મેઘવાલ | સંસદીય બાબતો, સાંસ્કૃતિક બાબતો |
6 | વીકે સિંહ | માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન |
7 | કૃષ્ણ પાલ | વીજ, ભારે ઉદ્યોગ |
8 | દાનવે રાવસાહેબ દાદારાવ | રેલવે, કોલસા અને ખાણ |
9 | રામદાસ આઠવલે | સામાજિક ન્યાય, સશક્તિકરણ |
10 | સાધ્વી નિરંજન જ્યોતિ | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રામીણ વિકાસ |
11 | સંજીવ બાલિયાન | મત્સ્યપાલન, પશુપાલન, ડેરી |
12 | પંકજ ચૌધરી | નાણાં (ફાઇનાન્સ) |
13 | અનુપ્રિયા પટેલ | વાણિજ્ય અને ઉદ્યોગ |
14 | એસપી સિંહ બઘેલ | કાયદા અને ન્યાય |
15 | રાજીવ ચંદ્રશેખર | કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી |
16 | શોભા કરંદલાજે | કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો |
17 | ભાનુ પ્રતાપ વર્મા | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં સાહસો |
18 | દર્શના જરદોશ | કાપડ, રેલવે |
19 | વી. મુરલીધરણ | વિદેશ બાબતો, સંસદીય બાબતો |
20 | મીનાક્ષી લેખી | વિદેશ બાબતો, સાંસ્કૃતિક બાબતો |
21 | સોમ પ્રકાશ | વાણિજ્ય અને ઉદ્યોગ |
22 | રેણુકા સિંહ | આદિવાસી બાબતો |
23 | રામેશ્વર તેલી | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગાર |
24 | કૈલાસ ચૌધરી | કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો |
25 | અન્નપૂર્ણા દેવી | શિક્ષણ |
26 | એ. નારાયણ સ્વામી | સામાજિક ન્યાય અને સશક્તિકરણ |
27 | કૌશલ કિશોર | આવાસ અને શહેરી બાબતો |
28 | અજય ભટ્ટ | સંરક્ષણ, પર્યટન |
29 | બીએલ વર્મા | ઉત્તરપૂર્વ વિકાસ, સહકારિતા મંત્રાલય |
30 | અજય કુમાર | ગૃહ બાબતો |
31 | દેવુસિંહ ચૌહાણ | કોમ્યુનિકેશન |
32 | ભગવંત ખુબા | નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા, રસાયણ અને ખાતર |
33 | કપિલ પાટીલ | પંચાયતી રાજ |
34 | પ્રતિભા ભૌમિક | સામાજિક ન્યાય અને સશક્તિકરણ |
35 | સુભાષ સરકાર | શિક્ષણ |
36 | ભાગવત કરાડ | નાણાં (ફાઇનાન્સ) |
37 | રાજકુમાર રંજન સિંહ | વિદેશ બાબતો, શિક્ષણ |
38 | ભારતી પ્રવીણ પવાર | સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતો |
39 | વિશ્વેશ્વર ટુડુ | આદિવાસી બાબતો, જળશક્તિ |
40 | શાંતનુ ઠાકુર | બંદર, જહાજ અને જળમાર્ગ |
41 | મહેન્દ્રભાઈ મુજપરા | મહિલા અને બાળવિકાસ, આયુષ |
42 | જોન બારલા | લઘુમતી બાબતો |
43 | એલ. મુરુગન | મચ્છીપાલન, પશુપાલન અને ડેરી, માહિતી અને પ્રસારણ |
44 | નિશીથ પ્રામાણિક | ગૃહ બાબતો, યુવા બાબતો અને રમત-ગમત |
45 | નિત્યાનંદ રાય | ગૃહ મંત્રાલય |
15 ઓગસ્ટ પહેલા કોઈ દિલ્હી ન છોડે
જોકે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ તમામ નવા પ્રધાનોને 15 ઓગસ્ટ પહેલા દિલ્હી નહીં છોડવાની સૂચના આપી છે. તેમને પહેલા પણ તેમના મંત્રાલયના કામને સારી રીતે સમજવા માટે કહેવામાં આવ્યું છે. મોદી મંત્રી પરિષદના વિસ્તરણ પહેલાં કુલ 12 પ્રધાનોને બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. વડા પ્રધાને તમામ મંત્રીઓના રિપોર્ટકાર્ડ્સ જોવામાં એક મહિનાથી વધુ સમય લીધો હતો અને જેઓ અપેક્ષાઓ પ્રમાણે ન હતા તેઓ છૂટા થયા હતા, પછી ભલે તે કેટલા મોટા પણ હોય. હવે નવા મંત્રીઓ પાસેથી પીએમ મોદીને ઘણી અપેક્ષાઓ છે. જેને લઈને તેમણે 15 ઓગસ્ત સુધી તમામ મંત્રીઓને દિલ્હીમાં રહી પોતાનું કામ પૂરેપૂરી રીતે સમજી લેવા જણાવ્યું છે.