નવી દિલ્હી : દિલ્હી સરકાર (Delhi Govt) દ્વારા લોકોને સાફ અને સ્વસ્છ પાણી આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એલાન કર્યું છે કે દિલ્હીમાં રહેવાવાળા પરિવારોને વોટર એટીએમ કાર્ડ આપવામાં આવશે. આ વોટર એટીએમ (Water ATM) કાર્ડની (card) મદદથી દરેક વ્યક્તિને રોજ 20 લિટર પ્યોરીફાઈડ પાણી આપવામાં આવશે. સરકારના આ પગલાથી ગરીબ વ્યક્તિને ROનું શુદ્ધ પાણી આપવામાં આવશે. તેમનું એમ પણ કહેવું છે કે બે હજાર પરીવારને આ કાર્ડ વિતરણ કરી દેવાયુ છે.
આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે દિલ્હીમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં ગીચ વસ્તી રહે છે. તેવા વિસ્તારોમાં પાઇપલાઇન પહોંચી શકતી નથી. તેવા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે અમે આવા વિસ્તારોમાં ટ્યુબવેલ લગાવીશું. આ ટ્યુબવેલ એવા વિસ્તારમાં લગાવવામાં આવશે જ્યાં પાણીનું સ્તર ઓછું છે.
ટ્યુબવેલામાંથી કાઢેલ પાણી ROથી પ્યોરીફાઈડ કરવામાં આવશે : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ ટ્યુબવેલામાંથી પાણી કાઢવામાં આવશે અને તેને ROથી પ્યોરીફાઈડ કરવામાં આવશે. જે પછી ત્યાં નળ લગાવવામાં આવશે. આ સાથે દરેક વ્યક્તિને કાર્ડ આપવામાં આવશે. જે કાર્ડની મદદથી દરેક પરિવારને ROનું શુદ્ધ 20 લિટર પાણી આપવામાં આવશે.
લોકોને ખરાબ પાણીમાંથી છૂટકારો મળશે : કેજરીવાલ
તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીના જે વિસ્તારમાં પાણીના ટેન્કર આવતા હતા તે જગ્યાએ પાણી ભરવામાં લડાઈ થતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જે જગ્યાએ ટ્યુબવેલ લગાવવામાં આવ્યું હતું તે જગ્યાએ પહેલા ખરાબ પાણી આવતું હતું. પરંતુ સરકારના આ નિર્ણયથી હવે લોકોને ખરાબ પાણીમાંથી છૂટકારો મળશે.
પ્રોજેક્ટ હેઠળ 4 વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યા છે
અરવિં કેજરીવાલે કહ્યું કે સરકાર દ્વારા લોકોને શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારના આ પ્રોજેક્ટ હેઠળ 4 વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યા છે. જેનો 2000 પરિવાર લાભ રહી રહ્યા છે. આ સાથે પ્રથમ તબક્કામાં 500 વોટર એટીએમ શરૂ થવાના છે.