Vadodara

કોરોનાનું ઘટતું જોર : 72 નવા કેસ સામે 65 દર્દીઓ ડિસ્ચાર્જ

વડોદરા: આજે દિવસ દરમિયાન કોરોના સંક્રમણના 72 નવા કેસો નોંધાતા કુલ આંક 22,605 ને પાર પહોંચ્યો છે. આજે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક પણ દર્દીનું મૃત્યુ જાહેર નહીં કરાતા મૃત્યુ આંક 241 પર િસ્થર રહયો છે અને 65 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો આંક 21,278 થયો છે.આજે કોરોનામાં 72 કેસ પોઝીટીવ નોંધાયા હતા.

જેમાં સમા, સુદામાપુરી, મકરપુરા, છાણી, માંડવી, આજવા રોડ, ગાજરાવાડી, ગોરવા, ગોકુલનગર, અક્ષરચોક, િદવાળીપુરા, વડસર, ફતેગંજ, પ્રતાપનગર, નવીધરતી, રાજમહેલ રોડ, અટલાદરા, ગોત્રી, હરણી ખાતેથી પોઝીટીવ દર્દીઓને મળી આવ્યા છે. શહેરમાં ઝોન મુજબ પૂર્વમાં આજે 10 પશ્ચિમમાં 12 ઉત્તરમાં 11, દક્ષિણમાં 13 વડોદરા રૂરલમાં 26, આઉટ સાઈડરમાં 00 મળી કુલ 72 કેસ પોઝીટીવ આવ્યા છે અને અત્યાર સુધી પૂર્વમાં 3360 કેસ સામે 41 ના મોત થયા છે.

તેવી જ રીતે પશ્ચિમમાં 3664 પોઝીટીવ કેસ સામે 43 ના મોત, ઉત્તરમાં 4433 કેસ સામે 54 ના મોત, દક્ષિણમાં 4067 કેસ સામે 46 ના મોત, વડોદરા રૂરલમાં 7045 કેસ સામે 36 ના મોત અને આઉટ સાઈડરના 36 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી 22,605 પોઝીટીવ કેસ સામે 241 દર્દીના મોત થયા છે.

આજે િદવસ દરમિયાન 66 દર્દીને રજા આપવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાંથી 05 દર્દીને રજા આપવામાં આવી છે. 08 દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં આઈસોલેશનમાંથી 53 દર્દીને રજા આપવામાં આવી છે. આમ કુલ અત્યાર સુધીના 21,278 દર્દીઓને રજા આપવામાં આવી છે.

આજેદિવસ દરમિયાન 3471 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 72 પોઝીટીવ અને 3399 નેગેટીવ રિપોર્ટ આવ્યા હતા. હાલમાં દાખલ દર્દીઓની વિગત જોઈએ તો કુલ 1086 છે. જેમાં 940 સ્ટેબલ છે અને 107 ને ઓકસીજન આપવામાં આવી રહયો છે. તેમજ 39 દર્દી વેન્ટીલેટર પર છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top