ડીસીપી પન્ના મોમાયા કોરોના કાળમાં ડ્યુટીની સાથે માતૃત્વની ફરજ પણ નિભાવે છે – Gujaratmitra Daily Newspaper

SURAT

ડીસીપી પન્ના મોમાયા કોરોના કાળમાં ડ્યુટીની સાથે માતૃત્વની ફરજ પણ નિભાવે છે

surat : માતા નામ સાંભળીને પણ જાણે જીવનનાં સઘળાં દુઃખો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જતા હોય એવું લાગે. આજે વિશ્વ મધર્સ દિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને વિશ્વ મધર્સ ડે (world mothers day) તરીકે ઉજવાય છે. આજે શહેરની એક એવી માતા વિશે વાત કરવા જઈ રહ્યાં છે જે કોરોનાના ( corona) કપરા કાળમાં પોતાની ડ્યૂટી (duty) પણ નિભાવી રહ્યા છે અને બીજી તરફ માતૃત્વની ફરજ પણ અદા કરી રહ્યાં છે. કોરોનાના સમયમાં આ બંને વચ્ચેનું સંતુલન જાળવવામાં તેમને ઘણો પરિશ્રમ કરવો પડે છે. આવો તેમના જ શબ્દોમાં જાણીએ કયા પડકારોની સાથે તેઓ ડ્યુટી અને માતૃત્વ બંનેનું સંતુલન જાળવી રાખ્યું છે

ડીસીપી પન્ના મોમાયાના શબ્દોમાં વાત કરીએ તો મને એક વર્ષની બાળકી છે. અત્યાર સુધી મારી બાળકીની દેખરેખ મારાથી વધારે મારી માતા રાખતા હતા. પરંતુ ૧૫ દિવસ પહેલાં મારી માતાનું નિધન થયું છે. એટલે હવે બાળકીને સંભાળવી મારા માટે થોડું અઘરું છે. કારણ કે અત્યાર સુધી હું સતત વ્યસ્ત રહેતી હોવાથી મારી માતા તેની કાળજી લેતી હતી. અને માતા હોવાથી મને બાળકીની ચિંતા ઓછી રહેતી અને હું થોડી રિલેક્સ રહેતી હતી. પણ હવે બાળકીની કાળજી અને નોકરી બંને વચ્ચેનું સંતુલન સાધવું થોડું અઘરું થયું છે. હાલમાં જ મને અને મારી બાળકી બંનેને કોરોના થયો હતો. હું અત્યાર સુધી બાળકીની નજીક જવા પણ ગભરાતી હતી. નાઈટ ડ્યૂટી અને કર્ફ્યૂ ની ડ્યુટી બજાવીને આવ્યા બાદ ઘરમાં પહેલા ગરમ પાણી પીવું, બાફ લેવો અને જે પણ નિયમો હોય તેનું પાલન કરી માસ્ક પહેરી પછી જ બાળકીને તેડતી હતી.


ઘરે જતા જ બાળકી મને જોઈને ભલે રડે પણ તેડવા ડર લાગતો
વધુમાં ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું કે, મારા ઘરે ગયા બાદ બાળકી મને જોઈ ગમે તેટલી રડે તો પણ મન કઠણ કરી તેની પાસે જતી નથી. પહેલા નિયમોનું પાલન કર્યા બાદ જ બાળકીને માસ્ક પહેરી સ્પર્શ કરતી હતી.


પુત્ર બનીને માતાને અગ્નિદાહ આપ્યો
હાલમાં જ પન્ના મોમાયા અને તેમની બાળકીને કોરોના થયો હતો. તેમને જણાવ્યું હતું કે, તેમને અન્ય એક બહેન છે. જે વિદેશમાં રહે છે. હાલ બહાર દેશની તમામ ફ્લાઈટો બંધ હોવાથી તે આવી શકે તેવી સ્થિતિ નહોતી. માતા મારી પાસે રહેતી અને બાળકીને સાચવતી હતી. માતાના મોત બાદ તેને એક પુત્ર તરીકે અગ્નિદાન મેં આપ્યો હતો.

Most Popular

To Top