નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારના રોજ અંડરવર્લ્ડમાં મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસના ભાગરૂપે મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા (Raid) પાડ્યા હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) બહેન હસીના પારકરના (Haseena Parkar) ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બાદ શનિવારના રોજ NIA દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. દાઉદ દેશમાં એવા હુમલોની યોજના બનાવી રહ્યો છે જેના કારણે વિવિધ રાજ્યોમાં રમખાણો ફાટી નીકળે. તેમજ તેનું ખાસ ધ્યાન મુંબઈ અને દિલ્હી જેવા ઘટના મોટા શહેરો પર છે.
- દાઉદનું ભારતમાં હુમલાનું કાવતરું
- દેશના મોટા શહેરો છે હુમલાખોરોના નિશાના પર
- અગાઉ EDએ મની લોન્ડરિંગ કેસ મામલે પાડયા હતા દરોડા
EDએ તાજેતરમાં જ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવામાં તેમની સંડોવણી બદલ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ મામલે EDએ દાઉદની બહેનના ઘરે દરોડા પણ પાડયા હતા. મુંબઈમાં ઘણાં બઘાં વિસ્તારોમાં ગેરકાયદેસર મિલકતની ખરીદી કરવા ઉપર તેમજ મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ઈડીની રેડ પાડવામાં આવી હતી .મહારાષ્ટ્રમાં લગભગ 10 જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની કલમ હેઠળ કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તાજેતરમાં નોંધાયેલી FIR અને પૂર્વ એજન્સીને મળેલી કેટલીક જાસૂસી માહિતીઓ પર આધારિત હતી.
શુક્રવારે, ઇકબાલ કાસકરને મની લોન્ડરિંગ કેસમાં 24 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ બાદ NIA દ્વારા કરાયેલા ખુલાસા ચોંકાવનારા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ખુલાસો કર્યો છે કે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમે ભારતને નિશાન બનાવવા માટે એક વિશેષ એકમ બનાવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર રાજકીય નેતાઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓના નામ હિટ લિસ્ટમાં છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે દાઉદ ઈબ્રાહિમ તેના વિશેષ એકમ સાથે દેશના વિવિધ ભાગોમાં હિંસા ભડકાવવાના ઉદ્દેશ્ય સાથે વિસ્ફોટકો અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને દેશ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે.
આ શહેરોને બનાવ્યા છે ટાર્ગેટ
દાઉદ દેશમાં એવા હુમલોની યોજના બનાવી રહ્યો છે જેના કારણે વિવિધ રાજ્યોમાં રમખાણો ફાટી નીકળે. તેમજ તેનું ખાસ ધ્યાન મુંબઈ અને દિલ્હી જેવા ઘટના મોટા શહેરો પર છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓએ મહિનાઓ પહેલા 2 પાકિસ્તાની સાથે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાંથી ઘણા લોકોની ધરપકડ કરી હતી અને ISI અને અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઇડી ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર તેના સહયોગીઓ અને ગેંગના સભ્યોની પૂછપરછ કરશે.
90ના દાયકામાં ફરાર થયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા લોકો મોટા પાયે મની લોન્ડરિંગમાં સામેલ થયા હોવોનો આરોપ છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીને અન્ડરવર્લ્ડના પંજાબ કનેક્શન વિશે જાણવા મળ્યું હતું. તેમજ આ સાથે એવી પણ માહિતી મળી આવી હતી કે અન્ડરવર્લ્ડના લોકો મોટાપાયે મુંબઈથી પંજાબ પૈસા પહોંચાડી રહ્યાં છે. એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દાઉદ ઈબ્રાહિમને તેનો બિઝનેસ ચલાવવા અને બિઝનેસમાંથી મળેલા પૈસાથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવામાં મદદ કરી રહી છે. જેથી તેની સામે કેસ નોંધ્યો હતો.