દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણના પાતલિયાના એક વાઈન શોપ (Wine Shop) બહાર બુટલેગર જેવી દેખાતી 2 મહિલાઓ નશામાં ધૂત બનીને છૂટ્ટા હાથની મારામારી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થવા પામ્યો હતો.
- દમણમાં પાતલિયાના એક વાઈન શોપ બહાર નશામાં ધૂત બનેલી 2 મહિલાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ
- બુટલેગર જેવી દેખાતી બંને મહિલાઓ અગાઉ પૈસાની લેતીદેતીને લઈ બાખડી લડાઈ પર ઉતરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
28 ડિસેમ્બરના રોજ મોડી સાંજે પાતલિયાના રોયલ વાઈન શોપ બહાર બુટલેગર જેવી બે મહિલાઓ નશામાં ધૂત બનીને અગાઉના પૈસાની લેતીદેતીને લઈ જાહેરમાં બોલાચાલી કરતી નજરે પડી હતી. જે પૈકી એક મહિલાએ અન્ય બીજી મહિલાનું મોપેડને લાત મારી પાડી દેતા મામલો બિચકવા પામ્યો હતો. અને ત્યાર બાદ બન્ને મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી અને ગંદી ગાળો સાથે નશામાં ધૂત બન્ને મહિલાઓ એકબીજાના વાળ ખેંચવા માંડી હતી. મહિલાઓને લડતાં જોઈ રસ્તા પરથી અવર-જવર કરતાં લોકોએ પણ થોભીને મહિલાઓને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રણચંડી બનેલી બન્ને મહિલાઓ કોઈનું પણ કંઈ ન સાંભળી લડવામાં વ્યસ્ત રહી હતી.
જે જોતાં થોડા સમય માટે રસ્તા પર લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું અને પોતાના મોબાઈલમાં મહિલાઓ લડી રહી હોય એનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી મહિલાઓની મારામારીને જોતાં આખરે ઘટનાની જાણ ભીમપોર પોલીસ મથકે કરતાં પોલીસની એક ટીમે સ્થળ પર આવી બન્ને મહિલાઓને છૂટી પાડી મામલાને થાડે પાડ્યો હતો. ત્યારે દારૂના નશામાં ચકચૂર બનેલી બન્ને બુટલેગર જેવી મહિલાઓ વાઈનશોપ બહાર લડી રહી હોવાનો વીડિયો વાયરલ થતાં 31મી ડિસેમ્બરને લઈ હજી પણ કોઈને કોઈ રીતે નાની મોટી માત્રામાં દારૂની હેરાફેરી થઈ રહી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું.
દમણને સી.આર.ઝેડ-2 ના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન માં રાખવાની માંગ
દમણ : સંઘ પ્રદેશ દમણને સી.આર.ઝેડ-2 ના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં રાખવાની માંગ દમણ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ડ્રાફ્ટ પ્લાન મુજબ પરિયારી અને મગરવાડા વિસ્તારમાં નો ડેવલોપમે્નટ ઝોનના કારણે 90 ટકા આદિવાસી પરિવારને મુશ્કેલી નડી શકવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે.
દમણમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અંગે અગાઉ રજૂ કરાયેલા ડ્રાફ્ટ પ્લાન અંગે વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેની સમય મર્યાદા પણ પૂર્ણ થવા પામી છે. ત્યારે વર્ષ 2019 માં તૈયાર કરાયેલા ડ્રાફ્ટ પ્લાન મુજબ ઘણા વિસ્તારોને સી.આર.ઝેડ-1 માં તો અમુકને સી.આર.ઝેડ. 3 માં મુકવામાં આવ્યા છે. જે જોતાં મરવડ, દેવકા, પરિયારી તથા મગરવાડા વિસ્તાર વધુ પ્રભાવિત થઈ શકે એમ છે. જેમાં દેવકા અને મરવડની જગ્યાને સી.આર.ઝેડ. 1 માં મુકી દેતા ત્યાં નો કન્ટ્રક્શન ઝોનમાં થઈ જતાં જમીન માલિકોને મોટું નુકસાન થઈ શકે એમ છે. જો કે, આ વિસ્તાર સી.આર.ઝેડ – 1 ઉલ્લેખિત ન હોવા છતાં તેને એક મા સમાવિસ્ટ કરતાં આ અંગે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથો. ને લેખિતમાં રજૂઆત કરી તેમાં સુધારો કરવા પણ પ્રદેશના આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત પરિયારી અને મગરવાડા વિસ્તરમાં પણ કાલઈ નદીને અડીને આવેલી જગ્યાઓને પણ નો કન્સ્ટ્રક્શન ઝોનમાં સમાવિષ્ટ કરતાં ત્યાં વસવાટ કરતાં આદિવાસી સમાજને પણ માઠી અસર પહોંચી શકે એમ હોય સાથે આ વિસ્તારમાં જમીન પણ ઘણી નાની હોવાને કારણે બાંધકામ પણ શક્ય ન હોવા બરાબરને કારણે સમાજને ભારે અસર પહોંચી શકવાને કારણે આ અંગે દમણ જિલ્લા આદિવાસી સમાજ, દમણ જિલ્લા વારલી સમાજ, આદિવાસી યુવા સંઘ તથા દમણ જિલ્લા હળપતિ સમાજે પણ દમણમાં અલગ અલગ ઝોન પાડવાને બદલે સમગ્ર દમણને સી.આર.ઝેડ – 2 માં મૂકવા અંગે રજૂઆત કરી છે.