
ભરૂચ: દહેજ (Dahej) ચોકડી નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં (shopping center) રવિવારે બપોરના સુમારે અચાનક વિકરાળ આગ (Fire) ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયરબ્રિગેડે (Fire Brigade) ત્રણ ફાયર ફાઈટરોની મદદથી જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવ્યો હતો.દહેજ પોલીસ મથકનો કાલો પણ પોસઇ એચ.એન. પટેલ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ લાગવાના કારણો અંગે તપાસ આરંભી હતી. ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નોંધાઇ નથી. આગ લાગવાનું કારણ હાલ તો ગેરકાયદે ગેસ રિફીલિંગનું કૌભાંડ ચાલતું હોવાના કારણે બન્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે તપાસ બાદ જ સાચુ કારણ બહાર આવશે.
