મુંબઈ: બૉલીવુડના (Bollywood) દબંગ ખાન આજકાલ અલગ રીતે ચર્ચાઓમાં છે.ભાઈજાનને (Bhaijan) ગેંગસ્ટર દ્વારા જાનથી(kill ) મારી નાખવાની ધમકીને(threat) પગલે હવે તેને બંદૂકનું (gun) લાઇસન્સ તાબડતોડ ઈશ્યુ કરવાની ફરજ પડી હતી.જણાવી દઈએ કે,પહેલા તેની સિક્યોરિટી અને હાલમાં જ ભાઈ જાને તેની લાગજુરીયસ કારને બુલેટપ્રુફ કરી હતી અને હવે તેને બંદૂકનું લાઇસન્સ ઇસ્યુ કરતા બી ટાઉનમાં આ સમાચાર ફેલાય છે.
લાઇસન્સ માટે મુંબઈ પોલીસમાં કરાઈ હતી અરજી
હાલમાં જ મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને બંદૂકનું લાઇસન્સ જારી કર્યું છે. અભિનેતાએ ગેંગસ્ટર્સની જાનથી મારી નાખવાની ધમકીને ટાંકીને તેના માટે અરજી કરી હતી. એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.અભિનેતા સલમાનને ગેંગસ્ટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી હતી.સલમાને તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલ સાથે મુલાકાત કરી હતી.અધિકારીએ જણાવ્યું કે, સલમાનની અરજીના આધારે પોલીસે તેને બંદૂકનું લાઇસન્સ જારી કર્યું છે.
સલ્લુમિયાંના પરિવાર જનો પણ દહેશતમાં
સલમાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો અનામી પત્ર મળ્યા બાદ જૂનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એફ.આઈ.આર નોંધવામાં આવી હતી.અધિકારીએ ઉમેર્યું હતું કે, મુંબઈ પોલીસની એક ટીમે આ કેસના સંબંધમાં બિશ્નોઈની દિલ્હીમાં પૂછપરછ કરી હતી.છેલ્લા કેટલાય દિવસોથી સલમાનના નિવાસ સ્થને પોલીસ બંદોબસ્ત પણ કડક કરી દેવામાં આવ્યો હતો જયારે હાલ સલમાન શુટિંગ ઉપર તો જાય છે પણ તેની સાથે સિક્યોરિટી ઉપરાંત હવે તેની લાગજુરિયેસ કારને પણ બુલેટપ્રુફ રીતે મોડીફાઇ કરી દેવામાં આવી છે.
સુરક્ષામાં પણ કરાયો વધારો
કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી હતી.સલમાને તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલ સાથે મુલાકાત કરી હતી.અધિકારીએ જણાવ્યું કે, સલમાનની અરજીના આધારે પોલીસે તેને બંદૂકનું લાઇસન્સ જારી કર્યું છે.