Madhya Gujarat

લુણાવાડાના મલેકપુરમાં સરકારી કોન્ટ્રાક્ટર પર ટોળાંનો હુમલો

આણંદ : લુણાવાડાના મલેકપુર ગામે સરકારી કોન્ટ્રાક્ટ પર 12 જેટલા શખસોએ લાકડીથી હુમલો કરી પરિવારના બે સભ્યને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત કારના કાચ પણ તોડી નાંખ્યાં હતાં. આ અંગે લુણાવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લુણાવાડાના મલેકપુર ચોતરા પાસે રહેતા હિરેનભાઈ છગનભાઈ પટેલ (મુળ રહે. માધુપુર, તાલાળા)એ કડાણાના કરવાઇ ગામે સંતરામપુર ગર્લ્સ હોસ્ટેલનું કામ રાખ્યું હતું અને તેમના ભત્રીજો કેવીન સાથે મલેકપુર ખાતે જયેશ દરજીના મકાનમાં દોઢ મહિનાથી ભાડે રહેતાં હતાં. દરમિયાનમાં 3જી ઓક્ટોબરના રોજ વહેલી સવારના હિરેન અને કેવીન સાઇટ પર ગયા હતા અને સાંજના કામ પુરૂ કરીને પરત ઘરે આવ્યાં હતાં.

આ સમયે કારીગર વિશાલ, સંજય સહિત ચાર વ્યક્તિ કાર લઇને આવ્યાં હતાં. હિરેનભાઈ ગાડી પાર્ક કરતાં હતાં તે સમયે તેમના પડોશી હસમુખ દરજીએ તેમને ગાડી અહીંયા કેમ મુકે છે ? તેમ કહી અપશબ્દ બોલવા લાગ્યો હતો. જોકે, ઝઘડો વધે નહીં તે માટે હિરેન ઘરે જતાં રહ્યાં હતાં. પરંતુ રાત્રિના દસેક વાગ્યાના સુમારે ટોળું ધસી આવ્યું હતું અને મકાન માલીક જયેશભાઈની સાથે ઝઘડો કરી તકરાર કરી  તારા મકાનમાં ભાડે રહેતા માણસોને સમજાવી દેજે. ગાડી અહીં મુકે નહીં. તેમ કહી ઉશ્કેરાઇ લાકડી, લોખંડની પાઇપથી હિરેનભાઈના પરિવાર પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં વિશાલ, કેવીન પર હુમલો કરી મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે હિરેનભાઈને પણ મારમાર્યો હતો. આ અંગે હિરેનભાઈની ફરિયાદ આધારે હસમુખ ડાહ્યા દરજી, હિરાબેન હસમુખ દરજી, ગીરીરાજસિંહ ચંદ્રસિંહ ઉર્ફે ટીના બાપુ સીસોદીયા, ચંદ્રસિંહ સીસોદીયા, દિવ્યરાજસિંહ કૃષ્ણકુમારસિંહ સીસોદીયા, વિરભદ્રસિંહ કાળુસિંહ સીસોદીયા,  મુન્ના બાપુ સંતરામપુર ડેપોમાં નોકરી કરે છે, યુવરાજસિંહ મુન્ના બાપુ, નાગરસિંહ દશરથસિંહ સીસોદીયા, સોપારીવાળો રાજસ્થાની, તેનો દિકરો અને દિગ્વીજયસિંહ ઉર્ફે દીલુકાકા સીસોદીયા (રહે. મલેકપુર) સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top