વડોદરા : વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે ખાડામાં ગાય ખાબકતા તંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ રસ્સા અને જેસીબીની મદદથી ભારે જેહમતે ખાડામાંથી ગાયને સહી સલામત બહાર કાઢી હતી જો કયા બનાવને લઈ ગૌગોપાલકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ખુલ્લા ખાડામાં ગાય ખાબકવાની ઘટના બની હતી.જોકે આ બનાવને લઈ જો આ ગાયની જગ્યાએ કોઈ બાળક પડી ગયું હોત તો જીમ્મેદાર કોણ ? તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. ફાયર બ્રિગેડ ના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઇદગાહ મેદાન પાસે એક ખાડામાં ગાય ખાતી હતી.
જેને લઇ ઘટના સ્થળે લોક તોડા ઉમટ્યા હતા.ઘાસચારો ખાવા આવેલી ગાય ખાડામાં પડી ગઈ હોવાની વાતને લઈ ગૌગોપાલકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.જ્યારે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે આ ગાયને કાઢવી મુશ્કેલરૂપ બનતા રસ્સા અને જેસીબીની મદદ લેવાઈ હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જેહમતે ગાયને ખાડામાંથી બહાર કાઢી હતી.
ગાજરાવાડી ફાયર સ્ટેશનના ફાયર કર્મચારીએ જણાવ્યું હતું કે બરોડા ફાયર એન્ડ કમાન્ડ કંટ્રોલરૂમ ઉપરથી કોલ મળ્યો હતો કે ઈદગાહ મેદાનની સામે ખાડામાં ગાય પડેલ છે. એ કોલ મળતાની સાથે જ ગાજરાવાડી ફાયર સ્ટેશનના સ્ટાફ સાથે અમે ગાજરાવાડી ખાતે પહોંચ્યા હતા અને ગાયને રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી.જે કામગીરીમાં રસ્સાની જરૂર પડી હતી અને જેસીબી પણ મંગાવુ પડ્યું હતું જેની મદદ વડે ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.