સુરતમાં (Surat) આપ (AAP) પાર્ટી વિવધ મુદ્દે પાલિકા સમક્ષ સતત વિરોધ દર્શાવી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના કાઉન્સિલર (Councilor) અને કાર્યકર્તાઓ દ્વારા પાલિકામાં હોબાળો કરવામાં આવી રહ્યો છે. જે વિરોધ પક્ષના કાઉન્સિલરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આપ પાર્ટી દ્વારા કોર્ટમાં પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ગતરોજ તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારે વધુ ત્રણ માગોને લઇને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા (Leader of the Opposition) ધર્મેશ ભંડેરીના ઉપવાસ ઉપવાસ પર ઉતર્યા છે. તેમની સાથે આપ પાર્ટીના કાઉન્સિલરો પણ જોડાયા છે. ત્યારે વિપક્ષ તરીકે મનપામાં આપ પાર્ટી વધુ સજ્જડ અને સક્ષમ ભૂમિકામાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
1 ) ગઇ સામાન્ય બજેટ સભાના એજન્ડા નં-20 થી સુરત ટેક્સટાઈલ્સ માર્કેટ કો-ઓપ શોપ્સ એન્ડ વેરહાઉસીંગ સોસાયટી લિ. ને કોર્પોરેશન હસ્તકની સોનાની લગડી જેવી કિંમતી જમીન ત્રણ વર્ષ પહેલા 50 વર્ષ માટે 127 કરોડ મા આપવાનો ઠરાવ થયેલો , એમા સુધારો કરીને નવા ચુંટાયેલા સત્તાધીશોએ એના એ જ 127 કરોડમા 99 વર્ષ માટે આપી દીધી, જેનાથી SMCની તિજોરીને લૂંટવાનું કામ કર્યું છે. સરકારી જંત્રીના ભાવ સતત વધતા રહેતા હોય છે, એવા સમયે સરકારી જમીનને મામુલી રકમમાં અને એ પણ લાંબાગાળા માટે ભાડે આપીને પાલિકાને આશરે કરોડો – અબજો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ કર્યું છે.
2 ) ગઇ બજેટ સભામાં 24*7 નામની યોજના અંતર્ગત અમુક જ વિસ્તારમાં પાણીના મીટરો મુકીને પ્રજાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે તે તમામ બીલ રદ્દ કરી અને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માગણી છે.
3 ) સામાન્ય સભા વખતે વિરોધ પક્ષના જન પ્રતિનિઘીઓ સાથે સી.આર.પાટીલ ના ઇશારે AAP ના નગરસેવકો સાથે પોલીસ અને માશઁલો દ્વારા જે રીતે દુર્વ્યવ્યહાર , દાદાગીરી , ગુડાંગદીઁ અને અશોભનીય તેમજ અમાનવીય વર્તન કરાયુ તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ડિસ્મીસ કરવામાં આવે.
ઉપરોક્ત જનતાલક્ષી માગણીઓ ઉપર ધ્યાન આપવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે જેના વિરોધમાં વિપક્ષી નેતા અને વિપક્ષના સભ્યો ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીની સાથે ઉપવાસમાં વોર્ડ નં:૩ ના નગરસેવક કનુભાઇ ગેડીયા , વોર્ડ નં:4 ના નગરસેવક ધર્મેન્દ્રભાઇ વાવલીયા અને કાર્યકર્તા અશોકભાઇ ગૌદાની આમ આદમી પાટીઁ સુરતના મુંખ્ય કાયાઁલય,સીમાડા નાકા ખાતેના ઉપવાસ સ્થળ પર ઉપવાસમાં જોડાયા છે. જો આ માગ પર આગામી સમયમાં કોઇ ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો આમ આદમી પાર્ટી દ્વારા વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.