સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજમાં આજે વેક્સિનના (Vaccine) જથ્થાને લાવવામાં આવશે, ત્યારબાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) તા. 16મી જાન્યુઆરીના રોજ 100 લોકોને પ્રથમ વેક્સિન અપાશે ત્યારબાદ દરરોજ 300 લોકોને વેક્સિન આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તા. 16મી જાન્યુઆરીથી (January) વેક્સિનેશનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી છે. દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આશરે 2500 જેટલા કોરોના વોરિયર્સને સૌપ્રથમ વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સુરત મનપાએ પણ પોતાના સ્ટાફને પ્રાયોગિક ધોરણે વેક્સિન આપવાનું કહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે એટલે કે તા. 12મી જાન્યુઆરીએ વેક્સિનનો જથ્થો મોકલવામાં આવશે. આ જથ્થાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવશે. સુરત મનપાના આરોગ્ય વિભાગ વેક્સિનનું સંચાલન કરશે. સુરત સિવિલમાંથી જ સુરતના વિવિધ જગ્યા ઉપર વેક્સિન મોકલવામાં આવશે. દરમિયાન અલથાણમાં સુરત મનપા દ્વારા એક સ્ટોરેજ સેન્ટર બનાવાયું છે, જ્યાંથી સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફ માટે વેક્સિન મંગાવવામાં આવશે. તા. 16મી જાન્યુઆરીને શનિવારે સુરત સિવિલના 100 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.
વેકસીનનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યો, નીતિન પટેલે લીલી ઝંડી આપીને વાન રવાના કરી
આજે સવારે 11 વાગ્યે અમદાાવદ એરકપોર્ટ કોરોના સામેની વેકસીનનો જથ્થો આવી પહોચ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વ્રારા આ વેકસીન વાનની પૂજા કરાઈ હતી. ત્યાર બાદ એક વાનને ગાંધીનગર મોકલાઈ હતી.જયારે બીજી વાન અમદાવાદ મોકલાઈ હતી.લગભગ 2થી 8 ડિગ્રી ઠંડા તાપમાન વચ્ચે વેકસીનને રાખવાની વાનમાં વ્યવસ્થા કરાઈ છે.આ વાનમાં 2.76 લાખ કોરોના વેકસીનનો ડોઝ આ 23 બોકસમાં રાખવામા આવ્યા છે. પુણેથી આવેલા આ બોકસમાં 2.76 લાખ રસીનો ડોઝનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારક દ્વ્રારા 200ના ભાવથી અંદાજિત 3 કરોડ રસી પુણેના સીરમ ઈન્સ્ટી. પાસેથી ખરીદી છે.
આજે સ્પે. વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પુણેથી કોરોના સામે રક્ષણ આપતી રસીની ડોઝ આવી પહોચ્યો હતો. અહીં એરપોર્ટ પર આરોગ્ય વિભાગ દ્વ્રારા રસી સહિત સમગ્ર વાનનું પૂજા વિધા કરવામા આવી હતી. એક તબક્કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેકસીન વિમાન સાથે સેલ્ફી પણ લીધી હતી.