બ્રિટનમાંથી બહાર આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના લઇને સુરતમાં 7 દર્દીઓને દાખલ કરાયા છે અને તેઓના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી પણ તેઓના રિપોર્ટ નહીં આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. બીજી તરફ તમામ દર્દીઓની તબિયત પહેલા કરતા વધુ સારી છે અને હાલમાં તેઓ સ્વસ્થ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.
સુરતમાં હજીરાથી આવેલા ત્રણ દર્દીઓ તેમજ કામરેજથી આવેલા ચાર દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેઇન દેખાયા હતા. તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસીને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિ.ની કોવિડ હોસ્પિટલના 10માં માળે દાખલ કરવામાં આવ્યા છે. તેઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સુરતમાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કહેવા પ્રમાણે દાખલ 7 દર્દીઓના સેમ્પલો લઇને પુણેની હાઇટેક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ પુણેમાં જે લેબોરેટરી છે તેમાં સમગ્ર દેશભરમાંથી સેમ્પલો ટેસ્ટિંગ માટે આવે છે. અને તે સેમ્પલનો રિપોર્ટ આવતા સમય લાગી જાય તેમ છે.
હાલમાં આવા સમયમાં જે દર્દીઓ દાખલ છે તેઓને પ્રાથમિક સારવાર કરીને જ તેઓ સાજા થઇ જાય તેવું પણ છે. પુણેની લેબોરેટરીમાં તમામ દર્દીઓના સેમ્પલો મોકલ્યાને સાત દિવસ જેટલો સમય થઇ ગયો છે પરંતુ હજુ સુધી કોઇપણ દર્દીનો રિપોર્ટ આવ્યો નથી. પુણેની લેબોરેટરીમાં સમગ્ર દેશભરમાંથી સેમ્પલો ટેસ્ટિંગ થતાં હોવાથી સમય જઇ રહ્યો છે. બીજી તરફ સુરતની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા નોડલ ઓફિસર ડો. અમિત ગામીના જણાવ્યા પ્રમાણે તમામ દર્દીની તબિયત પહેલા કરતા વધુ સારી છે, હવે પુણેથી ક્યારે રિપોર્ટ આવે છે તેની ઉપર નજર છે. હાલ તો તમામ પહેલા કરતા સ્વસ્થ છે અને વહેલી તકે સારા પણ થઇ જશે.