Vadodara

રસ્તા પર ઢોર છુટા મુકનાર 4 ગોપાલક વિરુદ્ધ ફરિયાદ

વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના 4 વિસ્તારમાંથી 7 ઢોરને કબ્જે લઇ ડબ્બામાં પુરી દીધા હતા. જયારે ઢોરને બિનવારસી હાલતમાં છોડનાર  ગોપાલક સામે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પડે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ  સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા.

બપોરે  2 વાગ્યે બાપોદ   વિસ્તારમા આવેલ ગણેશનગર પાસેથી રખડતા 2 પશુને પાર્ટીએ પકડીને લાલ બાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા.  પોતાની માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ ઢોર  કાશીભાઈ હનુભાઈ ભરવાડ (રહે, ભરવાડવાસ, નાનીબાપોદ)ના હતા. જેથી  તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ બાપોદ   પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ જે પી વિસ્તારમાં આવેલ વાસણા જકાતનાકા પાસેથી રખડતા 1 પશુને પકડીને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. ત્યારે જાહેરમાં પશુઓને છુટ્ટા મૂકી દેનાર ગોપાલક મેહુલ નેપાભાઇ ભરવાડ   (રહે, સનફાર્મા રોડ, અટલાદરા) વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ જે.પી  પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. તેમજ ઢોર ડબ્બા પાર્ટીએ વાસણા રોડથી પાસેથી જાહેરમાં રખડતી 3 પશુને પકડીને ડબ્બામાં પુરી દીધી  હતી. તેમજ જાહેરમાં પશુઓને છૂટી મૂકી દેનાર ગોપાલક રાહુલ હનુમાનભાઈ ભરવાડ  (રહે, મકરંદ દેસાઈ રોડ )વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ જેપી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ સામ કેનાલ અંબિકાનગર સોસાયટી પાસેથી રખડતા 1 પશુને પકડીને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. ત્યારે જાહેરમાં પશુઓને છુટ્ટા મૂકી દેનાર ગોપાલક અરજનભાઇ હરિભાઈ ભરવાડ   (રહે, જાદવપાર્ક સોસાયટી) વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ સમા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top