Business

કોફી કેક મગ

સામગ્રી

  • 3  ટેબલસ્પૂન       મેંદો
  • 1  ટેબલસ્પૂન       કોફી પાઉડર
  • 2  ટેબલસ્પૂન       ખાંડ
  • 5  ટેબલસ્પૂન       દૂધ
  • 2  ટેબલસ્પૂન       તેલ
  • 1/2       ટીસ્પૂન  બેકિંગ પાઉડર
  • 1/4       ટીસ્પૂન  તજ પાઉડર

રીત

  • * એક કોફી મગમાં કોફી પાઉડર અને ત્રણ ટેબલસ્પૂન દૂધ મિક્સ કરો. તેમાં એક ટેબલસ્પૂન ખાંડ નાખો.
  • * આ મિશ્રણમાં બીજી એક ટેબલસ્પૂન ખાંડ અને મેંદો નાખી મિક્સ કરો. બે ટેબલસ્પૂન દૂધ નાખી બરાબર મિક્સ કરો.
  • * એ સ્મુધ થાય ત્યાં સુધી બરાબર મિક્સ કરી છેલ્લે તેલ, તજ પાઉડર અને બેકિંગ પાઉડર નાખો. બરાબર મિક્સ કરી માઈક્રોવેવમાં દોઢ મિનિટ મૂકો.
  • * ઠંડી પડે એટલે સર્વ કરો.

કોફી વોલનટ સ્મુધી

સામગ્રી :

  • 2 કપ દૂધ
  • 6-7 નંગ ખજૂર
  • 1/2 કપ અખરોટ
  • 1 મધ્યમ  કેળું
  • 1 ટીસ્પૂન કોફી
  • 3 ટીસ્પૂન  કોકો પાઉડર

રીત :

  • * ખજૂરને શક્ય હોય તો રાત્રે દૂધમાં પલાળી રાખો.
  • * બ્લેન્ડરમાં બધી સામગ્રી મિક્સ કરી બ્લેન્ડ કરો.
  • * સર્વિંગ ગ્લાસમાં રેડી સર્વ કરો.

વોટરમેલન આઈસ્ડ ટી

સામગ્રી

  • ચાના ઉકાળા માટે
  • 4  નંગ             ટીબેગ્ઝ
  • 3  કપ             ગરમ પાણી
  • 1/2       કપ                ખાંડ
  • 3  ટેબલસ્પૂન       લીંબુનો રસ
  • વોટરમેલન         આઈસ ટી માટે
  • 3  ટેબલસ્પૂન       તરબૂચ
  • 1/2       કપ                પાણી
  • થોડાક ક્યુબ્સ      બરફ
  • 2         ટેબલસ્પૂન          તરબૂચના ટુકડા

રીત

  • * એક જગમાં ત્રણ કપ ગરમ પાણી અને ચાર ટી બેગ્ઝ લો. એને પાંચ મિનિટ રહેવા દો.
  • * તેમાં 1/2 કપ ખાંડ અને ત્રણ ટેબલસ્પૂન લીંબુનો રસ મિક્સ કરો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો. આ મિશ્રણને ઠંડું કરવા ફ્રીઝમાં મૂકો. આ તૈયાર થયો ચાનો ઉકાળો.
  • * બ્લેન્ડર જારમાં ત્રણ ટેબલસ્પૂન તરબૂચ અને 1/2 કપ પાણી લઈ બ્લેન્ડ કરો. તૈયાર થયેલો તરબૂચનો જ્યુસ બાજુ પર રાખો.
  • * એક ટોલ ગ્લાસમાં બરફના ટુકડા અને તરબૂચના ટુકડા નાખો.
  • * તેના પર તરબૂચનો જ્યુસ અને ચાનું મિશ્રણ રેડો. બરાબર હલાવી ફુદીનાથી ગાર્નિશ કરી વોટરમેલન આઈસ્ડ ટીની લિજ્જત માણો.

   મેંગો-પીચ આઈસ્ડ ટી

સામગ્રી

  • 12 કપ    પાણી
  • 5-6 નંગ વ્હાઈટ ટી બેગ્સ
  • 2 નંગ    પીચ
  • 1 કપ     સમારેલી કેરી
  • 1/4 કપ   ખાંડ

રીત

  • * એક મોટા પેનમાં પાણી ઉકાળો. ગેસ ઉપરથી ઉતારી લો.
  • * તેમાં વ્હાઈટ ટી બેગ પાંચ મિનિટ બોળી કાઢી લો. એને એક મોટા બાઉલમાં કાઢી રૂમના તાપમાને ઠંડી થવા દો.
  • * બીજા એક બાઉલમાં સમારેલાં પીચ, કેરી તથા એક ટેબલસ્પૂન ખાંડ મિક્સ કરો. ફ્રૂટ્સ પોચાં થાય અને રસ નીકળવા માંડે ત્યાં સુધી રહેવા દો.
  • * એક મોટા જગમાં ફ્રૂટ અને જ્યુસ રેડો.  તેમાં ઠંડી પડેલી ચા રેડો. ત્યાર બાદ 1/4 કપ ખાંડ નાખી મિક્સ કરો. એક વુડન સ્પૂનથી હલાવી બરાબર મિક્સ કરો.
  • * ફ્રીઝમાં ચીલ્ડ કરો.
  • * સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ પર ચીલ્ડ ટી રેડી સર્વ કરો.

Most Popular

To Top