National

સીએમ યોગીની મોટી જાહેરાત: કોવિડમાં મૃત્યુ પામેલા કર્મીઓના આશ્રિતોને નોકરી અપાશે

યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ( yogi aditynath) મોટી જાહેરાત કરી હતી કે કોવિડ ચેપને લીધે ફરજ પર મૃત્યુ પામેલા રાજ્ય કર્મચારીઓના પરિવારોનો સંપૂર્ણ સહયોગ કરવામાં આવશે. આ અંગે તેઓએ આદેશો પણ જારી કર્યા છે અને મૃતકના પરિવારના સદસ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે સંબંધિત પરિવાર પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સહયોગ કરવામાં આવશે. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે મળવા પાત્ર રકમ , મૃતકના આશ્રિતની નિમણૂક અને અન્ય કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. તેની સાથે કોઈ બાકી ફાઇલ અટકે નહીં . તેમણે નિર્દેશ આપ્યો કે આ અંગે તાત્કાલિક આદેશો મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવે.

મુખ્યમંત્રીનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પંચાયતની ચૂંટણીમાં કાર્યરત રાજ્ય કર્મચારીઓના આંકડા ઉપર જોરદાર લડત ચાલી રહી છે. રાજ્યના શિક્ષક અને સ્ટાફ યુનિયનોએ અધિકારીઓ પર મૃત શિક્ષકો અને કર્મચારીઓની સંખ્યામાં ગડબડ કર્યાનો આરોપ લગાવ્યો છે અને તેમની માંગણીઓ અંગે આંદોલન ( protest) કરવાની ચેતવણી આપી હતી.

કોરોનાવાયરસ ( corona virus) રોગચાળાએ ઘણાં લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. બાળકો પણ અનાથ બની ગયા છે. ઉત્તર પ્રદેશ (ઉત્તરપ્રદેશ) માં ઘણા એવા બાળકો છે, જેમના આખા કુટુંબ કોરોનાના કારણે ઉજડી ગયા અને તેઓએ તેમના માતાપિતા ગુમાવ્યા છે . યુપી સરકારે ઇન્ફેક્શનને કારણે અનાથ અને નિરાધાર બાળકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

યોગી સરકાર અનાથ બાળકોને સહાય કરશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિશે જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળાની વચ્ચે રાજ્યમાં અનાથ અને નિરાધાર બાળકો હવે રાજ્યની સંપત્તિ છે, તેમની સંભાળ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જવાબદારીઓ લેવામાં આવશે.તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગને તાત્કાલિક આ અંગે વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.

યોગી સરકારે આદેશ જારી કર્યો
મહિલા અને બાળ વિકાસના મુખ્ય સચિવ વી. હેક્લી ઝીમોમીએ તમામ ડીએમને એક પત્ર મોકલ્યો હતો અને તેઓને કોરોનાને કારણે નિરાધાર બાળકોની ઓળખ કરવા આદેશ આપ્યો હતો. તેઓનું આશ્રયસ્થાનમાં પુનર્વસન કરવામાં આવશે અથવા જો પરિવારના અન્ય સભ્યો તેમની સંભાળ રાખવા માંગતા હોય તો તેઓને દત્તક ( adopred) લેવામાં આવશે. ડીએમ આ પ્રકારના બાળકો વિશે સરકારને જાણ કરશે .વળી, રાજ્ય બાળ અધિકાર સુરક્ષા પંચે પણ માહિતીની નકલ આપવાની રહેશે.

Most Popular

To Top